દહેગામ ના ઉદણ ગામમા ત્યજી દેવાયેલ નવજાત બાળક નું ભ્રુણ મળી આવતા ચકચાર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yvogli99dsjvrppu/" left="-10"]

દહેગામ ના ઉદણ ગામમા ત્યજી દેવાયેલ નવજાત બાળક નું ભ્રુણ મળી આવતા ચકચાર


ગુજરાત માં અવેદ્ય સબન્ધો ને કારણે થતા ગર્ભપાત ના કિસ્સાઓ વધી રહ્યા છે સરકાર પણ આવા કિસ્સાઓને રોકવા માટે મનાઈ ફરમાવી છે પરંતુ કેટલાક ખાનગી તબીબો દ્વારા અને કેટલાક દેશી નુસખા નો ઉપયોગ કરીને ગર્ભપાત કરાવતા હોય છે જેમાં બે દિવસ પહેલા દહેગામ ના ઉદણ ગામમાં નવજાત બાળક નું ભ્રુણ મળી આવતા રખિયાલ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ ઉદણ ગામના સરપંચ ભરતજી રામાજી ઠાકોર ગામના ઇન્દિરાનગર 2 માં પીવાના પાણી ની પાઇપ લાઈન તૂટી ગઈ હોવાથી તેને સાંધવા માટે બે મજુર લઇ ને વાલિયમપુરા રોડ પર નીકરયા હતા તે દરમિયાન રોડ ની સાઈડ માં ગૌચર માં કેટલાક ગામના માણસો એકઠા થયેલ હોઈ ત્યાં જઈને પૂછતાં ત્યાં જમીન માં કોઈક અજાણ્યા ઈસમો મિણીયા ની કોથરી માં મુત્યુ પામેલ નવજાત બાળક નું ભ્રુણ મૂકી ફરાર થઇ ગયુ હતું તેવું જાણવા મળતા ગામના સરપંચે તાત્કાલિક રખિયાલ પોલીસ ને જાણ કરતા રખિયાલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃત બાળક ને પીએમ માટે લઇ જવામાં આવ્યો હતો અને આ ભ્રુણ ને ફેંકી દેનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]