ઇસનપર પોલીસે ઇકો ગાડીના સાયલેન્સર સાથે બે ઇસમોને પકડી પાડી સાયલેન્સર ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો. - At This Time

ઇસનપર પોલીસે ઇકો ગાડીના સાયલેન્સર સાથે બે ઇસમોને પકડી પાડી સાયલેન્સર ચોરીનો ગુનો ડિટેક્ટ કર્યો.


મે.પોલીસ કમિશ્નર સા.શ્રી અમદાવાદ શહેર તથા મે.સયુક્ત પોલીસ કમિશ્નર શ્રી સેકટર-૨ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૬ સાહેબ તથા મે.મદદનીશ પો.કમિ.શ્રી "જે" ડીવીઝન સાહેબ નાઓ તરફથી મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તથા વણ શોધાયેલ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુચનાઓ મળતી હોય જે બાબતે પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.ડી.ગોહીલ સાહેબ ઇસનપુર પોલીસ સ્ટેશનનાઓના સિધા માર્ગદર્શન અને સુચના મુજબ સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ ડી.જે.લકુમનાઓ સર્વેલન્સ સ્કોડના માણસો સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા ફરતા હતા દરમ્યાનમા તા.૧૮/૦૧/૨૦૨૩ ના કલાક ૨૧/૪૦ વાગે શાહઆલમ દરવાજા પાસેથી અ.પો.કો વસીમમીયા ઉસ્માનમીયા તથા અ.પો.કો પૃથ્વીરાજસિહ પ્રતાપસિહ નાઓની સયુક્ત બાતમી થી આરોપીઓ (૧) મોહમદ તાલીબ સ/ઓ સમીમ આલમ મસીજાન રાજપૂત ઉ.વ ૨૬ રહે.માન ૧૮ કલીન્દરી મસ્જીદની ચાલી કલીન્દરી મસ્જીદની બાજમા રખીયાલ અમદાવાદ શહેર તથા (૨) મોહમદ કાઝીમ સ/ઓ મોહમદખાલીદ ખાસાબઐયુબ રાજપુત ઉ.વ ૧૮ રહે મ.ન ૧૭ રહે ધોબીની ચાલી કલન્દરી મસ્જીદ પાસે રખીયાલ અમદાવાદ શહેર નાઓને ચોરીમા ગયેલ ઇકો ગાડીનુ સાયલેન્સર કિંમત રૂપિયા ૧૫,૦૦૦/- તથા ગુનો કરવામા વાપરેલ સી.એન.જી રીક્ષા નં જી.જે-૦૧ બી.વાય-૯૦૮૪ સાથે પકડી પાડી ઇસનપુર પોલીસ સ્ટેશન ગુના નં પાર્ટ-એ-૧૧૧૯૧૦૨૨૨૩૦૦૪૬ /૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો શોધી કાઢેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.