ભારતીય ટપાલ વિભાગ (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક)દ્વારા માત્ર રૂ.૩૯૯ માં રૂ. ૧૦ લાખનું વીમા કવચ - At This Time

ભારતીય ટપાલ વિભાગ (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક)દ્વારા માત્ર રૂ.૩૯૯ માં રૂ. ૧૦ લાખનું વીમા કવચ


ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં પંચમહાલ ડિવિઝને અત્યાર સુધી ૧૨૦૦૦ લોકોને આ વીમા કવચ હેઠળ આવરી લેવાયા

પંચમહાલ જિલ્લાના નાગરિકો જોગ

ભારતીય ટપાલ વિભાગ (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક) અને TATA AIG અને Bajaj Alliance સાથે થયેલ કરાર મુજબ રૂ.૩૯૯ નીTATA AIGની પોલીસી અને ૩૯૬ રૂપિયાની Bajaj Allianceનીનુ વેચાણ IPPBનાં યુઝર્સ દ્વારા કરવામાં આવી રહી છે.પંચમહાલ જિલ્લામાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કમાં પંચમહાલ ડિવિઝને અત્યાર સુધી ૧૨૦૦૦ લોકોને આ વીમા કવચ હેઠળ આવરી લેવા આવ્યા છે.

આ સેવામાં રૂ.૩૯૯ અને રૂ. ૩૯૬ માં રૂ.૧૦ લાખનો અકસ્માત વીમો કવર થાય છે.તેની સાથે અન્ય સુવિધા જેવી કે આકસ્મિક તબીબી ખર્ચ રૂ.૬૦,૦૦૦/- સુધી આપવામાં આવે છે. ઓપીડી ખર્ચ રૂ.૩૦,૦૦૦/- સુધી, હોસ્પિટલમાં દૈનિક રોકડા -રૂ.૧૦૦૦/- (૧૦ દિવસ) તેમજ પારિવારિક પરિવહન લાભ રૂ.૨૫૦૦૦/- જેવી સુવિધાઓ આપવામાં આવે છે. .

TATA AIG નાં લાભાર્થી એવા બારિયાની હથોડ ગામના શ્રી પ્રફુલકુમાર વેચાતભાઈ બારીયા એક્સિડન્ટ થતા તેમને સારવાર માટે સંતરામપુર ખાતેની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ રૂ.૬૦૦૦૦/- ભારતીય ટપાલ વિભાગ (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક) દ્વારા તેમના બેન્કના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. જયારે બીજા લાભાર્થી શ્રી કલ્પેશભાઈ પટેલે સપ્ટેમ્બર મહિનામાં TATA AIG રૂ.૩૯૯/- ની પોલીસી લીધી હતી. જયારે તેઓ ખેતરમાં પાણી વાળવાનું કામ કરતા હતા ત્યારે સાપ કરડતા સારવાર માટે સંતરામપુર ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ રૂ.૩૦,૨૭૮/- ભારતીય ટપાલ વિભાગ (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક) દ્વારા તેમના બેન્કના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો. તેવી જ રીતે કાલોલ ગામના વતની શ્રી સુનીલભાઈ સરતાનભાઈ ભાભોરે સપ્ટેમ્બર મહિનામાં TATA AIG રૂ.૩૯૯/- ની પોલીસી લીધેલ હતી અને તેઓ ઘરેથી ઓફિસ જતા હતા ત્યારે ઝાલોદ રોડ પર અકસ્માત થયો હતો અને તેમને દાહોદની સમીર હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા અને તેમની સારવારનો સંપૂર્ણ ખર્ચ રૂ.૫૫,૦૦૦/- ભારતીય ટપાલ વિભાગ (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક) દ્વારા તેમના બેન્કના ખાતામાં ભરપાઈ કરવામાં આવ્યો હતો.
આ પોલિસી ભારતીય ટપાલ વિભાગ (ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક) અને TATA AIG અને Bajaj Alliance કંપની સાથે જોડાણ દ્વારા આપવામાં આવે છે અને આ એક ઉત્તમ પોલીસી છે તો દરેક નાગરિક નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈ ઈકેવાયસી પદ્ધતિથી (કાગળ રહિત કોઈ પણ ફોર્મ ભર્યા વગર જ) આ પોલીસીનો લાભ લઇ શકે છે.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
મો,8140210077


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon