ઉત્તરાયણ ના દિવસે એક યુવાન ની હત્યા ના આરોપીને બરવાળા પોલીસે ગણતરી ના કલાકોમાં ચાર આરોપીને દબોચી લીધા - At This Time

ઉત્તરાયણ ના દિવસે એક યુવાન ની હત્યા ના આરોપીને બરવાળા પોલીસે ગણતરી ના કલાકોમાં ચાર આરોપીને દબોચી લીધા


પ્લોટમાં દીવાલ ચણવાના મામલે કૌટુંબિક ભાઈઓ વચ્ચે ચાલતો હતો ઝગડો જેની દાઝ રાખી યુવાનની કરાઈ હતી હત્યા

બોટાદ જિલ્લાના બરવાળા શહેર ખાતે ઉતરાયણ પર્વ ના દિવસે સરાજાહેર છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરનાર ચાર શખ્સો ને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી જેલ ના સળિયા પાછળ ધકેલી દીધા બરવાળા શહેરમાં રહેતા રાવળ શેરી માં રહેતા સંજય બેલમ ને તેના કૌટુંબિક ભાઈઓ સાથે ઘણા સમયથી પ્લોટમાં દીવાલ ચણવાના
મામલે ઝઘડો ચાલતો હતો તે મામલે ઉતરાયણ ના દિવસે સંજય બેલમ ઘરે હતો તે દરમિયાન તેનાજ કૌટુંબિક ભાઈઓએ સંજય ને તેના ઘર બહાર બોલાવી સરાજાહેર ઉપરા ઉપરી છરી ના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ચારેય શખ્સો નાસી ગયા હતા જ્યારે ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ વડા સહિતના પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાતા સંજય બેલમ ના હત્યારાઓ ને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા આમ બોટાદ પોલીસે બરવાળા યુવાનની હત્યાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકો માં આરોપીને પકડી લીધા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.