મેંદરડા તાલુકાના જંગલ બોર્ડર વિસ્તારના ખેડૂતોનો પીજીવીસીએલ કચેરીએ હલાબોલ કરી કચેરી બાનમાં લઈ રામધૂન બોલાવી - At This Time

મેંદરડા તાલુકાના જંગલ બોર્ડર વિસ્તારના ખેડૂતોનો પીજીવીસીએલ કચેરીએ હલાબોલ કરી કચેરી બાનમાં લઈ રામધૂન બોલાવી


મેંદરડા તાલુકાના આજુબાજુના ગીર બોર્ડરના જંગલ ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો જીઈબી કચેરીનો ધેરાવ કરી બાનમાં લય રામ ધુન બોલાવી ધરણા પર ઉતરી ગયા
પીજીવીસીએલ દ્વારા દિવસ પાળી આપવામાં આવતો પાવર અચાનક બંધ કરી રાત્રી પાવર કરાતાં ખેડૂતોમાં ઉગ્રરોસ ભભુકયો
મેંદરડા તાલુકાના અંબાળા,ડેડકયાળી, ચાંદ્રાવાડી,વલ્લભનગ, અમરાપુર,રાણીધાર, ગુંદિયાળી,કેનેડીપુર નાની ખોડીયાર,માલણકા, સહિતના ગામો ગીરજંગલ વિસતારના બોર્ડર પર આવેલા હોવાથી સિંહ,દીપડા સહિતના રાની પશુઓના હોમ સ્ટે હોવાથી અવાર નવાર ખેડૂતો, મજૂરો, રાહદારીઓ પર હુમલાઓના બનાવો દિન પ્રતિદિન પ્રકાશમાં જોવા મળે છે, તાજેતરમાં નાજાપુર અને માનપુર ગામ ખાતે સિંહો દ્વારા ગાયોનું મારણ કરવામાં આવેલ જે બાબતે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી, એવું લાગી રહ્યું છે કે સિંહ,દીપડા જેવા હિંસક પ્રાણીઓ કોઈક
નોભોગ લ્યે તેનીરાહ જોય વનવિભાગ બેઠું હોય તેવુ લાગી રહ્યુ છે
ઉપરોક્ત બાબતે ગુજરાત સરકારમાં અવાર નવાર રજૂઆત થતા સરકાર દ્વારા ગીરજંગલ બોર્ડર વિસ્તારના ગામડાના ખેડૂતોને દિવસે પાવર આપવાની જાહેરાત સરકારશ્રી દ્વારા કરવામાં આવેલ હતી જેનો લાભ તમામ ખેડૂતોને મળેલ
દરમ્યાન ગઈકાલે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને અચાનક પીજીવીસીએલ દ્વારા દિવસ પાળી પાવર બંધ કરી રાત્રે પાવર આપવામાં આવતા ખેડૂતોમાં રોસ ભભુકયો હતો અને પીજીવીસીએલ કચેરીએ ધસી જઈ ઘેરાવ કરી કચેરીના પરિસરમાં રામધૂન બોલાવવામાં આવેલ હતી અને લેખિત રજૂઆત કરી જણાવાયું હતું કે જ્યાં સુધી લેખિત કે એસ.એમ.એસ દ્વારા બાહેધરી આપવામાં નહીં ત્યાં સુધી ખેડૂતો દ્વારા રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવશે અને ધરણા પર બેસી રહેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારેલ હતી

ઉપરોક્ત બાબતે પીજીવીસીએલના નાયબ ઈજનેર સી.બી.ચરવડા દ્વારા ખેડૂતોની રજૂઆત સાંભળી ખેડૂત આગેવાનો સાથે ચર્ચાઓ કરી ઉચ્ચ અધિકારીઓને મેલ કરી ટેલીફોનિક ચર્ચાઓ કરેલ અને તાત્કાલિક ધોરણે ખેડૂતોની રજૂઆતોનું નિરાકરણ લાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવેલ હતા
ઉપરોક્ત બાબતે ખેડૂતોની માંગણી ઉચ્ચકક્ષાએ અધિકારીઓને રજૂઆત થતા અને ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો હલ્લાબોલ બોલાવી રોષપૂર્ણ કચેરીના પરિસરમાં ધરણા પર બેસી જતા ઉચ્ચ અધિકારીઓ સહિતનાઓને રેલો આવી જતા ખેડૂતોની માંગણી સ્વીકારી આજથી જ દિવસ પાળી કરવાની બાંહેધરી આપવામાં આવેલ અને આજથી જ દિવસ પાડી પાવર શરૂ કરી દેવામાં આવેલ છે જે બાબતની ખાતરી થતા ખેડૂતો સહિતનાઓ ધરણા પરથી ઉઠ્યા હતા
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.