ગાંધીનગર ખાતે વિદ્યાર્થીનીઓ ને સીવીલ ડિફેન્સની અને ૧૮૧ ની કામગીરી વિષે સમજ અને માહિતી આપવામાં આવી. - At This Time

ગાંધીનગર ખાતે વિદ્યાર્થીનીઓ ને સીવીલ ડિફેન્સની અને ૧૮૧ ની કામગીરી વિષે સમજ અને માહિતી આપવામાં આવી.


સીવીલ ડિફેન્સ ( નાગરિક સંરક્ષણ દળ ) તારીખ ૨૩ ડીસેમ્બર ૨૦૨૨ ના રોજ સવારે ૧૦ કલાકે શ્રી જે. એમ. ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલય સેક્ટર ૭ ગાંધીનગર માં સ્કૂલના પ્રિન્સિપલ રમીલા બેન ચૌધરી, સિવિલ ડિફેન્સ ગાંધીનગર ના મહિલા વોર્ડન અરુણા બેન ક્રિશ્ચન દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સિવિલ ડિફેન્સ ના Dy.SP અસદ શેખ અને ગાંધીનગર ડીવિઝન ના વોર્ડન અંજના બેન નિમાવત દ્વારા સિવિલ ડિફેન્સ ની કામગીરી અને તાલીમ વિષે વિસ્તારથી માહિતી અને સમજ આપવામાં આવી હતી,

આ કાર્યક્રમમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં ફરજ બજાવતા રિંઝું બેન વસાવા દ્વારા મહિલાઓને કઈ રીતે મદદ માં આવી શકે તેની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ માં શાળાના ટ્રસ્ટીઓ તેમજ અમદાવાદ ચાંદખેડા વોર્ડન તેમજ સામાજિક સંસ્થા ઓમ શિવોહોમ ફાઉન્ડેશન ના ટ્રસ્ટી નિહારિકાબેન પાંડે પણ ઉપસ્થિત રહ્યા હતા વિધાર્થીની તેમજ અધ્યાપક બેનો માં ઉત્સાહ થી જે ઉપરોકત વિષયમાં વધુ માહિતી મંગવામાં આવી એ સૌ કોઈ ને પણ સાહેબ દ્વારા મહિલાઓ ની સુરક્ષા અર્થે સંતોષકારક કાયદાકીય માહિતી અને કાયદાકીય જોગવાઇ મુજબ સમજ આપવામાં આવી હતી.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.