ધ્રાંગધ્રાના પથુગઢ મકાનમાંથી 4.3 કિલો ગાંજાના જથ્થા સાથે એક પકડાયો. - At This Time

ધ્રાંગધ્રાના પથુગઢ મકાનમાંથી 4.3 કિલો ગાંજાના જથ્થા સાથે એક પકડાયો.


તા.25/12/2022/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા તાલુકાના પથુગઢ ગામે સુરેન્દ્રનગર એસઓજી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા સયુંકત રેડ પાડી હતી. જેમાં રૂ. 45,000 ની કિંમતનો 4 કીલો 300 ગ્રામ ગાંજાના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો જયારે માલ વેચનાર સહિત 2 આરોપી સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા હરેશ દુધાત અને ડીવાયએસપી જે.ડી. પુરોહિતની સુચનાને લઈને ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજા,
જયરાજસિંહ ઝાલા તેમજ વિજયસિંહ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે સમયે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ યુ.એલ.વાધેલા સહિત સ્ટાફ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સાથે રાખી ધ્રાંગધ્રા તાલુકાના પ્રથુગઢ ગામે હુશેન ઊર્ફે ટોલીયો અબ્દુલ કુરેશીના રહેણાંકી મકાનમાં રાત્રીના સમયે રેડ કરવામાં આવી હતી.
અને ઘરની તલાસી લેતાં 4 કીલો 300 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ગાંજાનો નમુનો મેળવી એફએસએલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યો હતો હાલ પોલીસે રૂ. 45,000ની કિંમતના 4 કિલો 300 ગ્રામ ગાંજાના મુદ્દામાલ સાથે આરોપી હુસન ઉર્ફે ટોલીયો અબ્દુલ કુરેશીને પકડી પાડયો હતો જ્યારે આ બનાવનો અન્ય 1 આરોપી હારીજના પી.ડી ઠાકોર પાસેથી ખરીદી કર્યો હોવાનું જણાવતાં પોલીસ બન્ને વિરૂદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.