મેંદરડા ના દાત્રાણા રોડ પર આવેલા વોકરા તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડ નો આતંક રાહદારીઓ, ખેડુતો સહીત નાઓ હેરાન પરેસાન - At This Time

મેંદરડા ના દાત્રાણા રોડ પર આવેલા વોકરા તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં ઝેરી મધમાખીના ઝુંડ નો આતંક રાહદારીઓ, ખેડુતો સહીત નાઓ હેરાન પરેસાન


મેંદરડા ના દાત્રાણા રોડ પર વેકરા તરીકે ઓળખાતા સીમ વિસ્તારમાં ઝેરી મધમાખીનો આતંક દાત્રાણા રોડ ઉપર ઝેરી મધમાખીનો આંતક ફેલાતા રાહદારીઓ, ખેડુતો,મજુરો સહીત મા ભય ફેલાયો
ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ સૌરાષ્ટ્ર ઝોન ના ઉપ પ્રમુખ પરસોતમભાઈ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર મેંદરડા, દાત્રાણા રોડ ઉપર સતત બે દિવસ થી ઝેરી મધમાખી ઓના ઝૂંંડ દ્વારા રસ્તા માં નીકળતા રાહદારી ઓ અને ખેડૂતો ઉપર હુમલો કરીને ધાયલ કરવામા આવે છે,ગય કાલ અને આજ એમ બે દિવસ મા રસ્તે નિકળતા મજુરો અને ખેડૂતો ને ઝેરી મધમાખીના ઝુંડ દ્વારા અસંખ્ય ડંખ મારતા અનેક લોકો ધવાયા હતા,જેમા બે ત્રણ જેટલા પર પ્રાતિં મજુરો ને મધમાખીઓ કરડી જતાં તાત્કાલિક મેંદરડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ વિસ્તારના ખેડુત નિલેશ ઢેબરીયા એ તાત્કાલિક અહીં ના સરકારી દવાખાને સારવાર અપાવી હતી તો આ મધમાખીઓ‌ ખુબ મોટાં પ્રમાણમાં ઝુંડ ફરતુ હોય જખ બાબતે નક્કર પગલાં લેવામા આવે તેવી લોકોની માગણી ઉઠવા પામી છે, તાત્કાલિક અસર થી પગલાં લેવામા નહી આવે તો કોઈ ખેડુતો‌,મજુરો સહીત નાઓને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય કે જીવ ગુમાવવાનો વારો આવે તે પહેલા ધટતુ કરવામાં આવે તેવી માંગણી ઉઠી રહી છે. રીપોર્ટીંગ કમલેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.