ઉપલેટામાં નવાપરા ગ્રુપ દ્વારા એચ.ડી.એફ.સી. બેન્કના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું - At This Time

ઉપલેટામાં નવાપરા ગ્રુપ દ્વારા એચ.ડી.એફ.સી. બેન્કના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું


દાતાઓ સવારથી રક્તદાન કરવા આવતા કુલ ૪૫ બોટલ રક્ત એકત્રિત કરાયું

(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૧૦ ડીસેમ્બર ૨૦૨૨, ઉપલેટા શહેરના ગુરૂનાનક જૂલેલાલ હોલ ખાતે નવાપરા ગ્રુપ ઉપલેટા દ્વારા એચ.ડી.એફ.સી. બેન્કના સહકારથી ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ રક્તદાન કેમ્પનું અંદર ૪૫ કેટલી બોટલ રક્ત એકત્ર કરીને રાજકોટની રેડ ક્રોસ બ્લડ બેંકને સોંપવામાં આવ્યું હતું ત્યારે આ કેમ્પમાં સવારથી દાતાઓ રક્તદાન કરવા માટે આવી પહોંચ્યા હતા અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાના પ્રયત્ન કરવા માટે રક્તદાન કરેલ હતું.

આ રક્તદાન કેમ્પની શરૂવાત પહેલા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ મયુર સુવા, ઉપપ્રમુખ મંજુલાબેન માકડિયા, એનિમલ હોસ્ટેલના પ્રમુખ પિયુષભાઈ માકડિયા તેમજ એચ.ડી.એફ.સી. બેન્કના મેનેજર અમિત ઘેડિયા સહિતનાઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પ શરૂ કરવામાં આવ્યો હતો ત્યારે આ કેમ્પને સફળ બનાવવા માટે નવાપરા યુવા ગ્રુપ દ્વારા તેમજ બેન્કના તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી હતી અને રક્તદાન કરનાર દાતાને બેંક તરફથી સન્માનિત ગીફ્ટ પણ આપવામાં આવી હતી.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.