કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગરબાડામાં નવા ફળિયા હેલીપેડ ખાતે વિજય સંકલ્પ સભા સંબોધી. - At This Time

કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગરબાડામાં નવા ફળિયા હેલીપેડ ખાતે વિજય સંકલ્પ સભા સંબોધી.


પાંચ વર્ષમાં ગરબાડા નો નંબર વન વિકાસ કરીશું - ગૃહ મંત્રી અમિત શાહ

-આદિવાસીઓને ગૌરવ આપવાનું કામ ભાજપ એ કર્યું છે.

ગરબાડાના નવા ફળિયા હેલિપેડ ખાતે આજે દેશના ગૃહમંત્રી અમિત શાહ એ ચૂંટણી પ્રચાર અર્થે સભાને સંબોધિત કરી હતી. આ પ્રસંગે પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ૧૩૩ ગરબાડા વિધાનસભા જંગી બહુમતી સાથે ગરબાડા નું કમળ ગાંધીનગર મોકલવાનો સંકલ્પ લીધો હતો. ગૃહ મંત્રી દ્વારા પોતાના વક્તવ્યમાં સૌપ્રથમ સૌને રામરામ કર્યા હતા અને ધમધખતા તાપમા ભાજપ માટે બેસવું એ મોટી વાત છે તેમ કહી સૌને બિરદાવ્યા હતા. ૧૫ નવેમ્બરને બિરસા મુંડાની જન્મદિવસની આદિવાસી ગૌરવ દિવસ મનાવવાની શરૂઆત ભાજપે કરી હતી અને સાથે સાથે દસ સ્વતંત્ર સેનાનીઓના યાદમાં ૧૦ રાજ્યોમાં ૨૦૦ કરોડના ખર્ચે સંગ્રહાલય પણ બનાવવામાં આવશે તેવું તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું તેમને કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ૬૦ વર્ષ સુધી વોટ લીધા પણ આદિવાસીઓને સમાજનું સન્માન ન કર્યું ભાજપ એ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવી ૮.૫ કરોડ આદિવાસીઓનું સન્માન કર્યું. કાર્યકરોને પહેલી જાન્યુઆરી ૨૦૨૪ એ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની જશે તેના દર્શન માટે ટિકિટ બુક કરાવવાનું પણ જણાવ્યું હતું. ગરબાડા વિધાનસભામાં ત્રણ ટર્મથી કોંગ્રેસ જીતે છે તેને હરાવી આ વખતે ભાજપનો ઉમેદવાર જીતશે તો ગરબાડાનો નંબર વન વિકાસ ૫ વર્ષ માં કરીશું તેવી ખાતરી આપી હતી. કલાકો સુધી દેશના ગૃહ મંત્રીને સાંભળવા કાર્યકરો અને મતદારો ધમધખતા તાપ મા રાહ જોઈને બેસી રહ્યા હતા ત્યારે ત્યારે ગૃહ મંત્રીએ માત્ર ૧૭ મિનિટમાં જ તેમનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું અને ધમધકતા તાપમાન માં બેસવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.