બોટાદ જૈન સમાજ દ્વારા ભાજપ ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીના સમર્થનમાં યોજાઈ સભા
બોટાદ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બોટાદમાં રાજકીય જંગ જામ્યો છે બોટાદ બેઠક પર દરેક પક્ષના ઉમેદવારો ડોર ટુ ડોર ,રેલી, સભા અને અલગ અલગ સમાજની બેઠકો સભા યોજી મતદારોને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે બોટાદ જૈન સમાજ દ્વારા ગિરિરાજ જૈન દેરાસર પાસે આવેલ જય જિનેન્દ્ર એપાર્ટમેન્ટ ખાતે બોટાદ બેઠકના ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણી ના સમર્થનમાં સભાનું આયોજન કર્યું હતું બોટાદ ભાજપના ઉમેદવાર ઘનશ્યામભાઈ વિરાણીએ જૈન સમાજની સભામાં ગુજરાત અને કેન્દ્રની ભાજપની સરકાર દ્વારા કરેલ વિકાસના કામોની માહિતી આપી મત આપવાની મતદારોને અપીલ કરી હતી. બોટાદ જૈન સમાજ દ્વારા યોજાયેલ સભામાં મોટી સંખ્યામાં આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.