( ડભોઇ 140 વિધાનસભા બેઠક ઉપર ) " ડભોઈના સીનિયર પત્રકાર અને સામાજિક આગેવાન યુસુફ ફાતિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી " - At This Time

( ડભોઇ 140 વિધાનસભા બેઠક ઉપર ) ” ડભોઈના સીનિયર પત્રકાર અને સામાજિક આગેવાન યુસુફ ફાતિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી “


" રાજકીય ક્ષેત્રે ગરમાવો "

રિપોર્ટ- નિમેષ સોની, ડભોઈ

આજરોજ ડભોઈ નગરનાં વરિષ્ઠ પત્રકાર અને સામાજિક આગેવાન યુસુફભાઈ ગુલામહુસેન ફાતિયાએ પરિવારનાં સભ્યો, સામાજિક આગેવાનો, અને હિંદુ - મુસ્લિમ સમર્થકોની ઉપસ્થિતિમાં અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જેથી નગરમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી જવા પામ્યો છે. આજે ઉમેદવારી પત્ર નોંધાવાના છેલ્લા દિવસે તેઓએ ડભોઇ પ્રાંત કચેરી ખાતે પહોંચી ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું .

હાલમાં જયારે સમગ્ર રાજ્યમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠકો ઉપર ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ડભોઈ નગરમાં ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે યુસુફભાઈ ફાતિયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને રાજકીય પંડિતોને ચોંકાવી દીધાં હતાં.

અચાનક જ નગરનાં એક વરિષ્ઠ પત્રકારે ઉમેદવારી નોંધાવતાં નગરનાં રાજકીય પંડિતો માથું ખંજવાળ થયાં હતાં અને યુસુફભાઈ ચર્ચાનાં ચગડોળે ચઢયાં છે. સૌ પત્રકારો માટે પણ તેમની ઉમેદવારીએ નવો સંસોધનનો વિષય આપ્યો છે. સૌ એ સંશોધનનાં કામે લાગી ગયા છે કે, તેઓએ કોઈપણ પ્રકારની ચર્ચામાં આવ્યા વગર અને કોઈ પણ રાજકીય પક્ષનાં ટેકા વગર અચાનક ઉમેદવારી નોંધાવી તે માટે કયું પરિબળ કામ કરી ગયું.

જાણવા મળતી માહિતી મુજબ છેલ્લાં ઘણાં વર્ષોથી યુસુફભાઈ મુસ્લિમ સમાજ સાથે સંકળાયેલી વિવિધ સામાજિક સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપી ચૂકયા છે. હાલમાં પણ તેઓ સમાજ માટે વિવિધ સેવાઓ આપી રહયાં છે. ત્યારે તેઓ અચાનક જ રાજકીય પીચ ઉપર બેટીંગ કરવા મેદાને ઉતરતાં સૌ પત્રકારો, રાજકીય આગેવાનો અને રાજકીય પંડિતો નવેસરથી ગણિત માંડવાના કામે લાગી ગયા છે. એક વરિષ્ઠ પત્રકારની રાજકીય ક્ષેત્રની આ એન્ટ્રી કેવો રંગ લાવે છે એ તો આવનાર સમય જ બતાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.