સુરેન્દ્રનગર SOG પોલીસે ચુડા તાલુકામાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો. - At This Time

સુરેન્દ્રનગર SOG પોલીસે ચુડા તાલુકામાંથી ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો.


તા.08/11/2022/
બાવળિયા ઉમેશભાઈ

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રોહી જુગાર તથા નશાયુક્ત ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા કેશો શોધી કાઢવા માટે સૂચના આપેલ જે અન્વયે માર્ગદર્શન હેઠળ એસ ઓ જી પીઆઇ એસ એમ જાડેજાની સુચના આધારે પીએસઆઈ એમ બી પઢીયાર, એએસઆઈ મગનભાઈ રાઠોડ, પ્રવીણભાઈ આલ, દાજીરાજસિંહ રાઠોડ, રવિભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા આરોપી રમેશભાઈ હીરાભાઈ પરાલીયા જાતે ત.કોળી ઉ.45 જોબાળા ગામ નવાપરા નાગનેશ રોડ ચુડા સુરેન્દ્રનગર વાળાના પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના નાના મોટા છોડ નંગ 04 વજન 7 કિલો 555 ગ્રામ કિ.રૂ.75550 ના મુદ્દા માલ સાથે ઝડપી ઈસમ વિરુદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.