સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી.


તા.08/11/2022/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે રાજકીય જાહેરાતોના પ્રી-સર્ટિફિકેશન, પેઇડ ન્યુઝ, મીડિયા સંબંધી ઉલ્લંઘનોના મોનિટરિંગ પર દેખરેખ રાખવા માટે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી કાર્યરત કરવામાં આવી છે. જે અંતર્ગત કલેકટર કચેરી ખાતે ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.સી.સંપટે આ સેન્ટરની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ઇલેક્ટ્રોનિક મીડિયા, કેબલ, ટીવી પર પ્રસિદ્ધ થતી જાહેરખબરો અને સમાચારોનું મોનિટરિંગ કરવા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં જિલ્લા ચૂંટણી અધિકારીએ ટીવી ચેનલ/વર્તમાનપત્રો/કેબલ ચેનલોનો જો કોઈ ઉમેદવાર ચૂંટણીલક્ષી પ્રચાર માટે ઉપયોગ કરે તો ભાવ પત્રક મુજબનું ખર્ચ સંબંધિત ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં સામેલ કરવા જાણકારી આપી હતી. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.કે.મજેતર, ટીવી નિરીક્ષક ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon