આપ માંથી ઇન્દ્ર”NIL”, ફરી કોંગ્રેસમાં જોડાયા - At This Time

આપ માંથી ઇન્દ્ર”NIL”, ફરી કોંગ્રેસમાં જોડાયા


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે આજે આપ ગુજરાત દ્વારા CM ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવતા આંતરીક જૂથવાદ સામે આવ્યો છે. ઈસુદાન ગઢવીની જાહેરાત બાદ સૌરાષ્ટ્ર આપના નેતા ઈન્દ્રનીલ રાજગુરૂની નારાજગી સામે આવી હતી. જોકે હાલ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીસ ઠાકોરની હાજરીમાં કોંગ્રેસનો ખેસ પહેરીને કોંગ્રેસમાં જોડાયા છે.

રાજકોટના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કોંગ્રેસ પક્ષમાથી ચૂંટણી લડ્યા હતા. પરંતુ બાદમાં અચાનક કોંગ્રેસથી નારાજ થઈ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ રાજીનામું આપી આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. મહત્વની વાત છે કે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસ છોડી આપમાં સામેલ થયા ત્યારે તેમની સાથે વશરામ સાગઠીયા સહિતના કોર્પોરેટર અને કોંગ્રેસી નેતાઓ પણ આપમાં જોડાયા હતા. જેના કારણે હાલ કોંગ્રેસ રાજકોટમાં ઈન્દ્રનીલની ઘર વાપસીથી ફરી મજબૂત થાય તેવી સંભાવના છે.

મળતી માહિતી મૂજબ ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાં ટિકીટની ફાળવણીને લઈ નારાજગી હોવાથી આમ આદમી પાર્ટી છોડી છે. ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ મિડીયા સમક્ષ કોંગ્રેસમાં સામેલ થતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ભાજપ જેવી જ પાર્ટી છે જે સત્તા માટે કંઈ પણ કરી શકે છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.