મોટા ખુટવડા સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે નેપાળી બાપુની તિથિ નો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો. - At This Time

મોટા ખુટવડા સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે નેપાળી બાપુની તિથિ નો કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો.


મળતી માહિતી મુજબ ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા સિદ્ધ ગણેશ આશ્રમ એટલે કે સંત શ્રી નેપાળી બાપુના આશ્રમ ખાતે દર વર્ષે નેપાળી બાપુની તિથિ છેલ્લા છ વર્ષથી ઉજવવામાં આવે છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે ત્યારે ગઈકાલે મોરબીમાં બનેલી ઘટનાને લઈને સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે નેપાળી બાપુની તિથિનો કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે ગઈકાલે મોરબીમાં જુલતો પુલ તુટવાથી લગભગ 400 જેટલા લોકો મચ્છુ નદી માં પટકાયા હતા જેમાં 147 લોકોના મોત થયા છે જે ગોઝારી ઘટનાને લઈને સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે નેપાળી બાપુ નો તિથિનો કાર્યક્રમ બંધ રાખવામાં આવેલ છે તેમ સિદ્ધ ગણેશ આશ્રમના સંત શ્રી ભારદ્વાજ ગીરીબાપુ દ્વારા જણાવવામાં આવ્યું છે અને જે લોકોના મોત થયા છે તેના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે એવી પ્રાર્થના કરવામાં આવી છે

રીપોર્ટર.રમેશ જીંજુવાડીયા-મહુવા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.