પશ્ચિમ રેલ્વે અમદાવાદથી અમૃતસર અને તિરુચિરાપલ્લી માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. - At This Time

પશ્ચિમ રેલ્વે અમદાવાદથી અમૃતસર અને તિરુચિરાપલ્લી માટે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે.


મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ અમદાવાદથી અમૃતસર અને તિરુચિરાપલ્લી વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની કુલ 16 ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે,

જેની વિગતો નીચે મુજબ છે

ટ્રેન નંબર 09425/09426 અમદાવાદ-અમૃતસર-અમદાવાદ સ્પેશિયલ (કુલ 06 ટ્રીપ)

ટ્રેન નંબર 09425 અમદાવાદ - અમૃતસર સ્પેશિયલ અમદાવાદથી 24 ઓક્ટોબરથી 07 નવેમ્બર 2022 સુધી દર સોમવારે અમદાવાદ થી 21:05 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:20 કલાકે અમૃતસર પહોંચશે તેવી જ રીતે, ટ્રેન નંબર 09426 અમૃતસર અમદાવાદ સ્પેશિયલ 26 ઓક્ટોબરથી 09 નવેમ્બર 2022 સુધી દર બુધવારે અમૃતસરથી 02:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08:45 કલાકે અમદાવાદ પહોંચશે માર્ગમાં બંને દિશા માં આ ટ્રેન છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, દિલ્હી સફદરજંગ,અંબાલા કેન્ટ અને ચંદીગઢ સ્ટેશનો પર રોકાશે,

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસ કોચ રહેશે,

ટ્રેન નંબર 09419/09420 અમદાવાદ-તિરુચિરાપલ્લી-અમદાવાદ સ્પેશિયલ (કુલ 10 ટ્રિપ્સ)

ટ્રેન નંબર 09419 અમદાવાદ -તિરુચિરાપલ્લી સ્પેશિયલ અમદાવાદથી 27 ઓક્ટોબરથી 24 નવેમ્બર 2022 સુધી દર ગુરુવારે અમદાવાદથી 09:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03:45 કલાકે તિરુચિરાપલ્લી પહોંચશે તેવી જ રીતે, ટ્રેન નંબર 09420 તિરુચિરાપલ્લી - અમદાવાદ સ્પેશિયલ 30 ઓક્ટોબરથી 27 નવેમ્બર 2022 સુધી દર રવિવારે 05:45 કલાકે તિરુચિરાપલ્લીથી ઉપડશે અને બીજા દિવસે 21:15 કલાકે અમદાવાદ પહોંચશે રૂટમાં આ ટ્રેન વડોદરા, સુરત, વાપી, વસઈ રોડ, કલ્યાણ, પુણે, સોલાપુર, કલબુરરિંગ, વાડી, રાયચૂર, મંત્રાલયમ, ગુંટાકલ, તાડીપત્રી, કડપા, રેનિગુંટા, અરાક્કોનમ, પેરામ્બુર, ચેન્નાઈ એગમોર, તામ્બરમ, ચેંગલપટ્ટુ, વિલ્લુપુરમ, કડલુર પોર્ટ, ચિદમ્બરમ, શિરકષી, વૈદ્દીસ્વરન કોઈલ, મઈલા કુતુરૈ, કુંભકોણમ, પાપનાશમ અને તંજાવુર સ્ટેશનો,

આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી, થર્ડ એસી,સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે,

ટ્રેન નંબર 09425 અને 09419 માટે બુકિંગ ઓક્ટોબર, 2022 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સરંચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો
www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.