ધજાળા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને જડપી પાડતી ધજાળા પોલીસ. - At This Time

ધજાળા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને જડપી પાડતી ધજાળા પોલીસ.


પોલીસ વડા ની સૂચના અનુસાર એમ.કે.ઇશરાણી પો.સબ.ઇન્સ.ધજાળા પો.સ્ટે.નાઓ દ્રારા અલગ-અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન તૈયાર કરી ધજાળા પો.સ્ટે.વિસ્તારના નસતા ફરતા આરોપીઓને જડપી પાડવા સારૂ અભીયાન હાથ ધરવામાં આવેલ અને આ અંગે જરૂરી વર્કઆઉટ કરી સચોટ બાતમી હકીકત એકઠી કરવામાં આવેલ.
જે કામગીરી ના ભાગરૂપે ધજાળા પોલીસ ટીમો દ્વારા અલગા અલગ ગુન્હાઓમાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીઓને જડપી પાડવા સારૂ ધજાળા પોલીસ સ્ટેશન વીસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ દરમ્યાન બનાવેલ ટીમો દ્વારા મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે ધજાળા પો.સ્ટે.ના વાહન ચોરીનાં બે ગુન્હામાં નાસતો ફરતો આરોપીને ગરાંભડી ગામના રોડ ઉપરથી પકડી પાડી સારી કામગીરી કરવામા આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) દિનેશભાઇ લીંબાભાઇ વજકાણી ઉવ.૨૭
રહે.વાંટાવચ્છ તા.સાયલા હાલ. રહે-શકતિ હોટલ ચોટીલા
નોંધાયેલ ગુન્હા-ધજાળા પો.સ્ટે.ગુ.ર.નં.૦૦૭૩/૨૦૨૦ IPC ક.૩૭૯ તથા ધજાળા પો.સ્ટે.ગુ.ર.નં. ૦૦૭૪/૨૦૨૦ IPC ક.૩૭૯
રેડીંગ પાર્ટીઃ
(૧) પો.સબ.ઇન્સ. એમ.કે.ઇશરાણી,(ર) એ.એસ.આઇ. રણછોડભાઇ ભરવાડ તથા પો.કોન્સ.શેખાભાઇ રબારી તથા પો.કોન્સ.ઉદયભાઇ ભાંભળા તથા પો.કોન્સ.હિતેશભાઇ જીડીયા તથા પો.કોન્સ.સંજયભાઇ કમાભાઇ ડાભી તથા ભરતભાઇ જીડીયા

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.