ધજાળા પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને જડપી પાડતી ધજાળા પોલીસ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xcwciu5thc1gfihd/" left="-10"]

ધજાળા પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને જડપી પાડતી ધજાળા પોલીસ.


સાયલા તાલુકા તથા આજુબાજુ માં ગુનાહિત પ્રવુતિ ઓ વધી રહી છે ત્યારે ધજાળા પોલીસ સજાગ થઈ ને ઉચ્ચ અધિકારી માર્ગદર્શન હેઠળ એમ.કે.ઇશરાણી પો.સબ.ઇન્સ.ધજાળા દ્રારા અલગ-અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન તૈયાર કરી ધજાળા પો.સ્ટે.વિસ્તારના નસતા ફરતા આરોપીઓને જડપી પાડવા સારૂ અભીયાન હાથ ધરવામાં આવેલ અને આ અંગે જરૂરી વર્કઆઉટ કરી સચોટ બાતમી હકીકત એકઠી કરવામાં આવેલ. ચોકકસ બાતમી હકીકત આધારે કચ્છ તથા સુરેન્દ્રનગર જિલ્લામાં પકડાયેલ આરોપીઓ ગુન્હો કર્યા બાદ પોતાના માલઢોર લઇને નાસી ગયેલ હોય જેવોની સચોટ બાતમી મેળવી ટેકનિકલ સોર્સથી માહીતી એકઠી કરી લઇ ખેતીની જમીન વેંચાણ કરવા અંગેના ખોટા દસ્તાવેજ કરી આપવાનો ગુન્હો ધજાળા પો.સ્ટે.ના ગુન્હા નં.૦૦૮૬/૨૧ IPC ક.૪૦૬,૧૨૦B,૪૬૫,૪૬૭ વિગેરે મુજબના ગુન્હામાં નસતા ફરતા આરોપી ત્રણનાઓને જડપી પાડવામાં આવ્યા હતા
પકડાયેલ આરોપીઓ
(૧) દેવાયતભાઇ શામળાભાઇ રબારી ઉવ.૪૮
(૨) માત્રાભાઇ અમરાભાઇ રબારી ઉવ.૫૦
(૩) લખમણભાઇ શામળાભાઇ રબારી ઉવ.૬૦ રહે.બધા રાતડકી તા.સાયલા
રેડીંગ પાર્ટીઃ
(૧) પો.સબ.ઇન્સ. એમ.કે.ઇશરાણી,(ર) એ.એસ.આઇ. રણછોડભાઇ ભરવાડ તથા એ.એસ.આઇ. ઘુસાભાઇ સોલંકી તથા હે.કો.વાલજીભાઇ ભુવાત્રા,તથા હે.કો.મુકેશભાઇ પરમાર તથા પો.કોન્સ.શેખાભાઇ રબારી તથા પો.કોન્સ.ઉદયભાઇ ભાંભળા તથા પો.કોન્સ.હિતેશભાઇ જીડીયા તથા પો.કોન્સ.સંજયભાઇ કમાભાઇ ડાભી

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં, 9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]