કોંગ્રેસે જનતાને વિજળી,પાણી,ઉદ્યોગોથી ગુજરાતને વંચીત રાખ્યુ અને બદલામાં રમખાણો આપ્યા - At This Time

કોંગ્રેસે જનતાને વિજળી,પાણી,ઉદ્યોગોથી ગુજરાતને વંચીત રાખ્યુ અને બદલામાં રમખાણો આપ્યા


કોંગ્રેસે જનતાને વિજળી,પાણી,ઉદ્યોગોથી ગુજરાતને વંચીત રાખ્યુ અને બદલામાં રમખાણો આપ્યા

અમદાવાદ જીલ્લાથી ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અમિત શાહે ઉદબોધનમાં કહ્યું કે, કોંગ્રેસે જનતાને વિજળી,પાણી,ઉદ્યોગોથી ગુજરાતને વંચીત રાખ્યુ અને બદલામાં રમખાણો આપ્યા હતા. કોંગ્રેસના સાશનમાં ગુજરાતમાં 300 દિવસ માંથી 200 દિવસ કરફ્યુ રહે તે પ્રકારની વ્યવસ્થાએ કોંગ્રેસે કરી હતી કારણ કે કોંગ્રેસ માનતુ હતું કે જનતામાં અંદરો-અંદર ખટરાગ ચાલુ રહે ત્યા સુઘી કોંગ્રેસને તકલીફ નહી રહે. પરંતુ જનતાએ ભાજપને 20 વર્ષથી આશિર્વાદ આપી રહી છે અને ભાજપની સરકારમાં કર્ફ્યુ નું નામ અને નિશાન નથી. 

 

 

ભાજપ સરકારે કેટ કેટલાય ચમરબંઘીઓને જેલના સળીયા પાછળ ઘકેલી દીધા છે. ગુજરાતમાં ભાજપની સરકાર આવી ત્યારથી શાંતી,વિકાસ,સુરક્ષા અને સમૃદ્ધીનો નારો લાગ્યો. ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટુ સ્ટેડિયમ છે. ડાયમંડ ઉદ્યોગ ગુજરાતમાં ઘમ ઘમે છે. આપણું અમદાવાદ સ્પોર્ટ સિટી બન્યુ છે. જામનગરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન બનાવવાનું કામ થશે.દેશની સૌથી પહેલી ગીફટ સિટી ગુજરાતમાં છે. 

 

 

અમિતભાઇએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં કોર્પોરેશનની ચૂંટણી હોય કે જીલ્લા કે તાલુકા હોય કે વિઘાનસભા કે લોકસભાની હોય તેમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને વિજયના આશિર્વાદ આપ્યા છે. આવનાર 2022 વિઘાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતા જનાર્દન ફરી એક વાર ઐતિહાસિક મતદાન કરી જંગી બહુમત અપાવશે. ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે અને તે ભરોસાને વિકાસના કાર્યો કરી રૂણ ચુકવ્યુ છે. ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતમાં રોકાણ કરનારની લાઇનો લાગી છે. ગીફટ સિટીથી ગુજરાતનો વ્યપાર ગ્લોબલ બનશે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી દેશની અર્થવ્યવસ્થાને દુનિયાની પાંચમાં નંબર ની અર્થ વ્યવસ્થા બનાવવા નું કામ કર્યુ છે. કોંગ્રેસીયા ઓ આપણા દેશની અર્થવ્યવસ્થા ને 11માં નંબરે મુકીને ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.