વડનગર શહેર અને તાલુકા માં ગરબા ચૌદસ ના દિવસે લાઈટો બંધ થતાં ગરબા રમવા વાળા શોખીન ખૈલયા ઓ નો રોષ - At This Time

વડનગર શહેર અને તાલુકા માં ગરબા ચૌદસ ના દિવસે લાઈટો બંધ થતાં ગરબા રમવા વાળા શોખીન ખૈલયા ઓ નો રોષ


ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું વડનગર માં ૬૬ કે વી સબ સ્ટેશન માં વારંવાર લાઈટો ની તકલીફ થાય છે સબ સ્ટેશન ની અંદર પેનલ ની અંદર ખામી હોવા થી વડનગર માં લાઈટો નો ખૂબ જ ત્રાસ છે કારણકે વડનગર માં આસો સુદ ચૌદસ ના ગરબા એ હિંદુઓનો તહેવાર કહેવાય છે અને આખી રાત સુધી " મા જંગદબા " ગરબા રમી ને આરાધના ઉપાસના કરી ને આસો સુદ પૂર્ણિમા સવારે ૪:૩૦થી ૫ વાગ્યા સુધી આ ગરબો વળાવી ને મા જંગદબા નુ નામ બોલી ને માતાજી મંદિર ગરબો મુકવા જાય છે પરંતુ આ વખતે વડનગર શહેર તથા તાલુકા માં માનતા ના ગરબા ખૂબ જ હોવાથી ગરબા ચૌદસ ના દિવસે રાત્રી ૧૨વાગે ના સમયે અમુક જગ્યાએ લાઈટો બંધ થઈ ગઈ અને અમુક જગ્યાએ સવાર ના ૧ વાગે લાઈટો બંધ હતી અને વડનગર શહેર માં સવારે ૨:૩૦થી૩.૦૦ ના સમયે લાઈટોબંધ થઈ ગઈ હતી

આ લાઈટો નો પુરવઠો બંધ થતાં ગરબા રમવા આવેલા શોખીન લોકો કહે કે વડનગર એ વડાપ્રધાન ના માદરે વતન માં જ આવી રીતે લાઈટો બંધ થઈ તો વડનગર ૬૬ કે વી સબ સ્ટેશન માં પેનલ ની ખામી ખૂબ જ હોય છે અને દર ૧૫ દિવસે આ પેનલ ની ખામી સર્જાતા આનો નિકાલ કરવામાં માટે વડનગર ૬૬ કે વી સબ ડિવિઝન ને ખેરાલુ ડિવીઝન ને રજૂઆત કરી કે વડનગર ૬૬ સબ ડિવિઝન ની અંદર ની પેનલ બદલી નાખો તો લાઈટો બંધ ના થાય
પરંતુ આ અધિકારીઓ કંઈ સાંભળતા જ નથી અને વડનગર માં ૨૦૨૨ ના ગરબા ચૌદસ ના દિવસે લાઈટો બંધ થવાથી ગરબા રમવા વાળા અને જે માનવી માનતા ના ગરબા હતાં તે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાત મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ એ આવ્યા અને તેમના માદરે વતન માં જ ગરબા ચૌદસ ના દિવસે લાઈટો બંધ તો તહેવારો ના દિવસે જ ધોડો ના દોડે તો શું કામ નુ તો વડનગર ૬૬કે વી સબ ડિવિઝન ની અંદર ની પેનલ બદલવા ની કામગીરી હાથ ધરા છે કે રામ રામ દર ૧૫ દિવસે આવી રીતે લાઈટો બંધ થયા છે તો આનુ નિરાકરણ લાવો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.