જસદણના ભંડારિયા ગામે પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ - At This Time

જસદણના ભંડારિયા ગામે પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ


જસદણના ભંડારિયા ગામે પત્નીએ પતિ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

જસદણ પોલીસ સ્ટેશન ખાતે ભંડારીયા ગામના ગીતાબેન પ્રવિણભાઇ ગોહેલ આવીને જાણ કરેલ કે તેના પતી તેના ઘર પાસે દારૂ પીધેલ હાલતમાં છે અને તેની સાથે માથાકુટ કરેલ છે જે કાર્યવાહી કરવા જણાવેલ જસદણ પોલીસે ભંડારીયા ગામ ગીતા બેન પ્રવિણભાઇ ગોહેલના રહેણાંક મકાન પાસે જતા બજારમાં એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ઉભેલ હતો જેથી તેની પાસે જઈ તેની તેની પુછપરછ કરતા પોતે કેફી પીણુ પીધેલ હાલતમા હતો અને મોઢામાથી ખાટી અને તીવ્ર વાસ આવતી હતી જેથી તુરત જ ઇસમનુ નામ સરનામુ પુછતા પોતે પોતાનુ નામ પ્રવિણભાઇ હકાભાઇ ગોહેલ ઉ.વ .૪૪ ધંધો મજુરી રહે.ભંડારીયા તા.જસદણ જિ.રાજકોટ વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ અને ઇસમને આવુ કેફી પ્રવાહી પીવા અંગે કોઇ પાસ પરમીટ કે આધાર હોય તો પોલીસે રજુ કરવાનુ કહેતા જે પોતાની પાસે નહી હોવાનુ જણાવતા ઈસમે પ્રોહી.એક્ટ કલમ ૬૬ બી મુજબનો ગુન્હો કરતા અટકાયત કરવામાં આવેલ.

રિપોર્ટ ભરત ભડણિયા 9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.