કોમર્સ કોલેજ, મોડાસામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો - At This Time

કોમર્સ કોલેજ, મોડાસામાં નવરાત્રી મહોત્સવ ઉજવાયો


ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસામાં તા:૨૮/૦૯/૨૦૨૨ ના રોજ આદ્યશક્તિના આરાધનાનું પર્વ નવરાત્રી નિમિત્તે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળના બે વર્ષના વિરામ બાદ આયોજિત આ રાસ-ગરબામાં કોલેજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો પારંપરિક વસ્ત્રોમાં સજ્જ થઇ ખુબ જ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે ખેલૈયા તથા વેશભૂષા વિભાગમાં ઇનામ રાખવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને મંડળના પ્રમુખ શ્રી નવીનચંદ્ર મોદી, ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ શાહ, અરવલ્લી જીલ્લાના અધિક નિવાસી કલેક્ટર શ્રી એન.ડી.પરમાર સાહેબ તથા કોલેજના આચાર્ય ડૉ.સુધીર જોષી સાહેબના હસ્તે ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન કોલેજના એન.એસ.એસ. વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.