આજે રાષ્ટ્રીય સેવા યોજના દિવસ - At This Time

આજે રાષ્ટ્રીય સેવા યોજના દિવસ


કોલેજ કક્ષાએ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રસેવાનો ભાવ જાગૃત થાય, વિદ્યાર્થીઓ સ્વ વિકાસની સાથે સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપે, વિદ્યાર્થીઓમાં નેતૃત્વશકિત, નિર્ણય શકિત, આત્મ વિશ્ર્વાસ જેવા ગુણો કેળવાય, સમાજ જીવન અને સમૂહ જીવનની તાલીમ દ્વારા સ્વનિર્ભર બને એવા શુભ આશયથી ૧૯૫૦ માં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સુચનાથી રાષ્ટ્રીય સેવા આયોગની રચના થઇ, ત્યારબાદ છે કે ૧૯૬૪-૬૮ માં વિવિધ રાજયના શિક્ષણ મંત્રીઓની મીટીંગમાં રાષ્ટ્રીય સેવા યોજના ના નામથી નવો પ્લાન તૈયાર થયો. એજ વર્ષે યુનિ.ના કુલપતિઓના સંમેલનમાં એક વિશેષ સમિતિ બનાવાઇ અને પંચવર્ષીય યોજનામાંથી પાંચ કરોડ રૂા. ની ફાળવણી કરી પસંદ થયેલ યુનિ.ઓને આ ગ્રાન્ટ અપાઇ.

ત્યારબાદ ૧૯૬૯-૭૦ માં શિક્ષા મંત્રાલય દ્વારા સ્નાતક કક્ષાએ એન.એસ.એસ.નો પ્રારંભ થયો. જોગાનું જોગ આ વર્ષ મહાત્મા ગાંધીજીનું શતાબ્દિ વર્ષ હતું.

રાષ્ટ્રીય સેવા યોજનાનું પ્રતિક

રાષ્ટ્રીય સેવા યોજનાનું પ્રતિક ચિન્હ ઓરીસ્સાના સુપ્રસિઘ્ધ કોણાર્ક સૂર્યમંદિરના રથના ચક્ર પર આધારીત છે. આ વિશાળ રથચક્ર એન.એસ.એસ. વોલંટીયર્સને નિરંતર ગતિશીલ, પ્રગતિશીલ અને પરિવર્તનશીલ હોવાની પ્રેરણા આપે છે. એન.એસ.એસ.નું આ પ્રતિક ચિહન એન.એસ.એસ.ના સ્વયંસેવકો સમાજ સેવાના કાર્યો કરતી વખતે લગાવે છે.

એન.એસ.એસ. બેઝમાં જે લાલ રંગ છે તે દર્શાવે કે એન.એસ.એસ. વોલંટીયર્સ ર૪ કલાક ઉત્સાહ અને સ્ફૂર્તિથી ભરપુર છે. આ લાલ રંગ એન.એસ.એસ. વોલંટીયર્સને વ્યસન અને દુગુણોથી દૂર રહેવાની ચેતવણી આપે છે. ધેરો નીલો રંગ એ બ્રહ્માંડ તરફ સંકેત કરે છે જેનો એન.એસ.એસ. એક નાનકડો અંશ છે. તે માનવ માત્રના કલ્યાણ માટે અંશદાન કરવા તૈયાર છે. જેમાં બ્રહ્માંડની કોઇ સીમા નથી એમ એન.એસ.એસ.ના વોલંટીયર્સ માટે પણ ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશની સીમાઓ લાગુ પડતી નથી. વિશ્ર્વના કોઇપણ ખુણે, આપત્તિ આવે તો એન.એસ.એસ. વોલંટીયર્સ ત્યાં પહોચી જવા તૈયાર છે. બેઝનો સફેદ રંગ શાંતિ, એકતા, પવિત્રતા અને સ્વચ્છતાનો પ્રતિક છે

એન.એસ.એસ.નું સિઘ્ધાંત વાકય

એન.એસ.એસ.નું સિઘ્ધાંત વાકય છે. Not me but you અર્થાત મેરા નહીં તેરા જે નિ:સ્વાર્થ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવાની આવશ્યકતાનું સમર્થન કરે છે. જે સુખ કે સુવિધા મળવા પાત્ર છે તે મને નહીં પહેલા અન્યને મળે ત્યાગીને ભોગવી જાણો .

લેખન
આ સી પ્રો ડો સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ
રિપોર્ટર
સુદીપ ગઢિયા
9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.