રાજકોટ શહેર મહાનગરપાલિકાનાં આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ સાથે મીટિંગ યોજાઈ.
રાજકોટ શહેર તા.૨૩/૯/૨૦૨૨ ના રોજ આરોગ્ય કમિશનર અને અગ્ર સચિવ આરોગ્ય, ગુજરાત સરકારનાં શ્રીમતિ શાહઅમીના હુસેન (IAS)ની રાજકોટ મહાનગરપાલિકા ખાતે ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ અન્વયે આરોગ્ય અને ડોપિંગની તૈયારીની સમીક્ષા સબબ આજે તા.૨૩-૯-૨૦૨૨ને શુક્રવારનાં રોજ સવારે ૧૧:૩૦ કલાકે મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્ટ્રલ ઓફિસ ખાતે મીટિંગનં આયોજન કરવામાં આવેલ. આજની મીટીંગમાં નાયબ મ્યુનિ. કમિશનરશ્રી આશિષ કુમાર દ્વારા આરોગ્ય અને ડોપિંગની તૈયારી બાબતે પ્રેઝેન્ટેશન દ્વારા માહિતીગાર કરવામાં આવ્યા હતા. આ મીટીંગમાં આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જયેશ વકાણી, પી.ડી.યુ. મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડન્ટ ડૉ.ત્રિવેદી, પદ્મકુંવરબા મેડીકલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ડૉ.પીપળીયા, RCHO શ્રી ડૉ.વાંજા, સી.ટી. ટી.બી. ઓફિસર ડૉ.કડિયા, નાયબ આરોગ્ય અધિકારી ડૉ.પંકજ રાઠોડ, ડૉ.મનીષ ચુનારા અને ડૉ.મેતા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શાહ ઉપરાંત આર.કે.યુનિ. શેઠ યુનિ. હરીવંદના ફિઝીયોથેરાપી કોલેજ અને મારવાડી ફિઝીયોથેરાપી કોલેજના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ઓલિમ્પિસ, સ્ટર્લિંગ, વોકહાર્ટ અને સિનર્જી હોસ્પીટલના મેડીકલ એડમિનિસ્ટ્રેશન પણ હાજર રહ્યા હતા. આ મીટીંગમાં ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ અંતર્ગત આવનાર દરેક ખેલાડીને ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, ફિઝીયોથેરાપી, ઇમરજન્સી મેડીકલ કન્ડીશનમાં રેફરલ સર્વિસ ઉપરાંત નાડા એજન્સીને સપોર્ટ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ હતી.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.