ઢોર પકડ્યા બાદ તેને સાચવવા માટે મનપા દર વર્ષે ટ્રસ્ટને 3 કરોડ આપશે - At This Time

ઢોર પકડ્યા બાદ તેને સાચવવા માટે મનપા દર વર્ષે ટ્રસ્ટને 3 કરોડ આપશે


ગૌશાળાને ઢોર સાચવવાની સહાય રૂ.2500થી 4000 કરાઈ

રખડતા ઢોરને ખવડાવવા-પીવડાવવા સહિતની જવાબદારી હવે ટ્રસ્ટ નિભાવશે

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એકસાથે 55 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે જોકે તેમાં બે મોટા કામ એટલે કે 13 કરોડના ખર્ચે બે બ્રિજ તેમજ 22.33 કરોડ રૂપિયાના ખર્ચે નવું ઈન્ડોર સ્ટેડિયમ છે. આ બંનેના ટેન્ડરને મંજૂરી અપાતા હવે કામ ચાલુ કરાશે. બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટે 2.72 કરોડ રૂપિયાના ખર્ચે પાઈપ ગટર નાખવાના કામો પણ મંજૂર કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.