રાજકોટના પોલીસ પરિવારના કાર્યક્રમમાં ઉઝબેકિસ્તાનના બે ભાઈઓ ગુજરાતીમાં ભજન લલકારશે ‘વૈષ્ણવજન તો...

રાજકોટના પોલીસ પરિવારના કાર્યક્રમમાં ઉઝબેકિસ્તાનના બે ભાઈઓ ગુજરાતીમાં ભજન લલકારશે ‘વૈષ્ણવજન તો…


પોલીસનો કાર્યક્રમ હોવાથી હિન્દી ફિલ્મ સિંઘમનું ગીત ગાયને પાનો ચડાવશે

હિન્દી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તમિલ સહિત 10થી વધુ ભાષામાં ગાય શકે છે ગીત

બાળપણમાં બોલિવૂડ ગીતો સંભળાવતી માતા મતલુબાના પ્રોત્સાહનથી છેલ્લા આઠ વર્ષથી હિન્દી, ગુજરાતી સહિત 10થી વધુ ભારતીય ભાષામાં ગીતો ગાતા ઉઝબેકિસ્તાનના ખાખરામોન અને તેનો નાનો ભાઇ દોસ્તોનમેક રાજકોટના મહેમાન બન્યા છે. હિન્દી, ગુજરાતી ગીતોથી રાજકોટવાસીઓના દિલ જીતવા બંને ભાઇઓ બે દિવસ શહેરમાં પોતાના અવાજથી મંત્રમુગ્ધ કરશે. જેમાં શુક્રવારે પોલીસ હેડ ક્વાર્ટરમાં અને શનિવારે હેમુ ગઢવી હોલમાં યે દોસ્તી હમ નહિ તોડેંગેના શીર્ષક હેઠળ બોલિવૂડ ગીતોની ધૂન સંભળાવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »