મેંદરડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણીના રેસ ફુટવાને લીધે પાકોને ભારે નુકસાન સરકાર દ્વારા મેંદરડ તાલુકામાં સર્વે કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવાની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે - At This Time

મેંદરડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણીના રેસ ફુટવાને લીધે પાકોને ભારે નુકસાન સરકાર દ્વારા મેંદરડ તાલુકામાં સર્વે કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે સહાય ચૂકવવાની માંગણી ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે


મેંદરડા તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ અને મુંડાના કારણે ખેડુતોની સ્થિતિ અતિસય દયનિય
મેઘ કહેરના પગલે પાકને નુકસાન થતા ખેડૂતો રોસે ભરાય સરકાર પાસે મદદની માંગ
મેંદરડા ધરતી પુત્ર કિશાન ટ્રષ્ટ સૌરાષ્ટ્ર ઝોન નાઉપ પ્રમુખ પરસોતમભાઈ ઢેબરિયા સાથે મુલાકાત કરી અવિરત વરસાદ થવાના કારણે હાલ મેંદરડા તાલુકાના ખેડુતોની હાલત કેવાં પ્રકારની થઈજવા પામેલ છે,જે બાબતે હાલની સ્થિતિ નું વર્ણન કરતાં કહે છે કે ખેડુતોની સ્થિતિ કફોડી થવાપામી છે ત્યારે જુનાગઢ જીલ્લામાં અત્યાર સુધી સિઝનનો ૧૨૫% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે જેના પરિણામે અત્યારે ખેડૂતોના પાકને મોટાભાઈ નુકસાન વેઠવાની જરૂર પડીછે, વહેલી વાવણી અને સારો વરસાદ વરસતા મેંદરડા પંથકના ખેડુતો એ હોંશે હોંશે મગફળી,કપાસ,સોયાબીન,
અડદ જેવા પાકો નુ વાવેતર કરવામાં આવેલ, ત્યારે બીજી તર મગફળી મા મુંડા આવી જતા મગફળી બીલકુલ નષ્ટ થવાના કગાર પર આવી ગયેલ છે,અધુરા મા પુરૂ છેલ્લા એકાદ મહિના થી સતત વરસી રહેલા વરસાદ થી ખેતરો મા પાણીના રેસ ફુટી જતા ખેતરો મા તાજા પાણી ચાલે છે જેથી કરીને તમામ પાકો સદંતર નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહેલ છે‌,એક તરફ મોંઘવારી નો ડામ બીજી તરફ ખેડુતો એ માથે કર્જ કરી ને દિવસ રાત એક કરી મોલાત ને ઉછેરવા ખૂબજ સંઘર્ષ કરેલ હોય છે, મોલાત સાચવવા માટે દવા, નિદામણ,સાતી વગેરે નો એક એકર દીઠ ૫૦ હજાર રૂપિયાથી પણ વધારે ખર્ચ થતો હોય છે,પરંતુ બીજ સહાય ૨૦,હજાર રૂપિયા સુધી જ મળે છે તેથી ખેડૂતોએ જણાવ્યું છે કે વધારે રકમ સહાય સરકાર શ્રી દ્વારા કરવામાં આવે એખૂબ જરૂરી છે, કુદરતી આફત ના કારણે ખેડુતો ને નુકશાની વેઠવા નો વારો આવી રહયો છે અને ખેડુતો દેવા નીચે દબાય રહયો છે.ત્યારે ખેડુતો દ્વારા સરકાર શ્રીને માંગણી કરેલ છે કે તાત્કાલિક સર્વે કરાવી ને લીલો દુષ્કાળ જાહેર કરે અને ખેડુતો ને વળતર ચુકવે નહિતર ખેડૂતો ખેતી છોડવા લાગશે તો દેશ ની આબાદી નુ ભરણપોષણ કોણ કરશે ?.....ખેડુતો ને વહેલી તકે ચુકવણી કરવા મા આવે તેવી ખેડૂતોમાથી માંગણી ઉઠવા પામી છે
રીપોર્ટીંગ -કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.