" શ્રાવણના બીજા શનિવારે કષ્ટભંજનદેવ પારીખા ધામમાં કઠોળના શણગારના અલૌકિક દર્શન " - At This Time

” શ્રાવણના બીજા શનિવારે કષ્ટભંજનદેવ પારીખા ધામમાં કઠોળના શણગારના અલૌકિક દર્શન “


રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ

          પવિત્ર શ્રાવણ માસના બીજા શનિવારે ડભોઇ તાલુકાના પારીખા ગામે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે વાલના - કઠોળના શણગાર કરવામાં આવ્યા હતા. જેમાં કઠોળના દરેક દાણા ઉપર પ્રભુ 'શ્રીરામ' નું નામ જોવા મળ્યું હતું. જેના દર્શનનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો. પવિત્ર શ્રાવણ માસ એટલે ભક્તિ માટે અતિ ઉત્તમ માસ ગણાય છે. શ્રાવણ માસની શરૂઆત થતા જ હિંદુઓ દેવદર્શનનો લાભ લેવા અધીરા થઇ ઉઠે છે.

             ડભોઇ નજીક પારીખા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી કષ્ટભંજન દેવના મંદિરે વહેલી સવારથી ભક્તજનોની ભારે ભીડ જામી હતી. હાજરા હજૂર કષ્ટભંજન દેવ દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. આજના પવિત્ર નોમના દિવસે ચોકલેટનો હિંડોળો પણ કરવામાં આવ્યો હતો જેથી અલૌકિક અદભૂત માહોલ સર્જ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.