” ડભોઇ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઇ – એફ.આઈ.આર. લોન્ચિંગ – માહિતી કાર્યક્રમ યોજાયો ” 

” ડભોઇ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઇ – એફ.આઈ.આર. લોન્ચિંગ – માહિતી કાર્યક્રમ યોજાયો ” 


રિપોર્ટ- નિમેષ સોની, ડભોઈ

                વડોદરા જિલ્લા પોલીસ અને ડભોઇ પોલીસ સ્ટેશન દ્વારા આજરોજ ડભોઇ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ઈ.એફ.આઈ.આર.લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચોરાયેલા વાહનો, અને ચોરાયેલા મોબાઈલની ઓનલાઈન એફ.આઈ.આર. ઘરે બેઠાથી જ નાગરિકો કરી શકે, જે અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હાલમાં વાહન ચોરી તેમજ મોબાઈલ ચોરીના બનાવો વારંવાર ઉદભવે છે. ત્યારબાદ ફરિયાદીને ચોરી થયેલ વાહન તેમજ મોબાઈલની એફ.આઈ.આર. માટે પોલીસ સ્ટેશનના
ખૂબ જ ધક્કા ખાવા પડે છે. તેમજ ફરિયાદીને તેની ફરિયાદનું સ્ટેટસ જાણવા માટ વારંવાર પોલીસ સ્ટેશને જવું પડતું હોય છે. જેના પગલે પોલીસ સ્ટેશનમાં અવાર નવાર ધક્કા ખાવા પડે છે તે માટે ફરિયાદી  ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. જેના પગલે ચોરીના બનાવો ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત પોલીસ દ્વારા ઓનલાઈન મોબાઈલ તેમજ વાહન ચોરીની ફરિયાદ થઈ શકે તે માટે એપ્લિકેશન પોર્ટલ બનાવવામાં આવ્યુ છે. જે પોર્ટલમાં મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા ફરિયાદી પોતાના ઘરેથી જ મોબાઈલ તેમજ વાહન ચોરીની ફરિયાદ આસાનીથી કરી શકે છે આ બાબતે નાગરિકોને વિસ્તૃત માહિતી આપી માહિતગાર કરવામાં આવ્યા હતાં.         

               આ કાર્યક્રમમાં અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. પી.કે. રોશન, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય રોહન આનંદ, ડભોઇ - દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઇ મહેતા (સોટ્ટા), ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશીકાંતભાઈ પટેલ, ડી.વાય.એસ.પી.કલ્પેશભાઇ સોલંકી, તેમજ ડભોઇ પી.આઈ. એસ.જે.વાઘેલા સહિત પોલીસના જવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »