અંજારમાં પોણા બે અને રાપરમાં અધો ઈંચ વરસાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/two-and-a-half-inches-of-rain-in-anjar-and-half-an-inch-in-rapar/" left="-10"]

અંજારમાં પોણા બે અને રાપરમાં અધો ઈંચ વરસાદ


ભુજ,શુક્રવારકચ્છમાં વરસાદી માહોલ ફરી છવાયો છે. વાદળછાયા માહોલ વચ્ચે ઝરમરિયાથી બે ઈંચ જેટલો વરસાદ પડયો છે. અંજારમાં પોણા બે ઈંચ, રાપરમાં અડાધા ઈંચ તેમજ ગાંધીધામ, ભુજ, ભચાઉમાં ઝરમરિયાથી હળવા ઝાપટા વરસ્યા હતા. હવામાન વિભાગ દ્વારા છુટો છવાયો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જિલ્લામાં શ્રાવણના પ્રારંભાથી વાધતી જતી ગરમી અને ઉકળાટના માહોલ વચ્ચે વાતાવરણમાં બે દિવસાથી પલટો આવ્યો છે. અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકો ત્રસ્ત થયા છે. અંજારમાં બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. પોણા બે ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. જિલ્લા કન્ટ્રોલ રૃમના જણાવ્યા પ્રમાણે સાંજના છ વાગ્યા સુાધીમાં ૪૪ મી.મી. વરસાદ નોંધાયો છે. નીચાણવાળા વિસ્તાર તાથા અનેક માર્ગો પર પાણી ભરાયા હતા. ગાંધીધામમાં હળવું ઝાપટું વરસ્યુ ંહતું. સતાપર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટા વરસ્યા હતા. વરસાદાથી રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા.ભુજમાં પણ બપોર બાદ ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું. સામાન્ય ઝાપટા પડયા હતા. ધૂપ છાંવની સિૃથતિ વચ્ચે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો. તાલુકાના સામત્રા ગામે ભારે ઝાપટું પડયું હતું. વાગડ વિસ્તારમાં સવારે નવ વાગ્યે વરસાદના જોરદાર ઝાપટા વરસ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાપર શહેરમાં સાંજે સાડા પાંચ વાગ્યાથી છ વાગ્યા સુાધી વરસાદ પડતા અંદાજે અડાધાથી પોણો ઈંચ પાણી વરસ્યું હતું. ગાજવીજ સાથે વરસાદ પડતા શહેરની બજાર અને શેરીઓમાંથી જોશભેર પાણી વહી નીકળ્યા હતા. તાલુકાના નીલપર, નંદાસર, ત્રંબૌ, બાદરગઢ, ચિત્રોડ, કલ્યાણપર, પ્રાગપર સહિતના પંથકમાં વરસાદના ઝાપટા પડયા હતા. વરસાદના લીધે મગફળી, કપાસ, એરંડા, તલ, મગ, બાજરી, જુવાર સહિતના ચોમાસુ પાકને ફાયદો થશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]