હરામીનાળામાંથી પાંચ પાકિસ્તાનની બોટ સાથે એક માછીમારી ઝડપાયો

હરામીનાળામાંથી પાંચ પાકિસ્તાનની બોટ સાથે એક માછીમારી ઝડપાયો


ભુજ,શુક્રવાર કચ્છના હરામીનાળામાંથી વધુ પાંચ પાકિસ્તાની બોટ અને એક માછીમાર ઝડપાતા ચકચાર મચી છે. પેટ્રોલીંગ દરમિયાન બીએસએફને શંકાસ્પદ ગતિવિિધ જોવા મળી હતી. જેના પગલે તત્કાલ કાર્યવાહી કરવામાં આવી હતી. પાંચ બોટમાં બેઠેલા અન્ય માછીમારો નાસી છુટયા હતા. હાલ તેનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. જો કે તેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નાથી. માછીમારીના ઉદ્ેશ્યાથી જે તે ભારતીય સીમમાં ઘુસ્યા હતા કે કેમ? તે અંગેની તપાસ ચાલુમાં છે.ગુરૃવારે સવારે ભારતીય સીમા સુરક્ષા દળ બીએસએફ પેટ્રોલીંગ કરી રહ્યુ હતુ ત્યારે કચ્છના સરહદી હરામીનાળા વિસ્તારમાં બે પાકિસ્તાની બોટને ભારતની સીમામાં પ્રવેશ કરતા જોતા તેને ઝડપી પાડી હતી. જયારે બીએસએફના જવાનોને નજીક આવતા જોઈ પાકિસ્તાની માછીમારો બોટ મુકીને પાકિસ્તાન તરફ નાસી છુટયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે આજે શુક્રવારે પાંચ ઓગસ્ટે વધુ એક વખત હરામીનાળા વિસ્તારમાંથી પાંચ પાકિસ્તાની બોટ તેમજ એક પાક માછીમારને પકડી પાડયો હતો.કચ્છના અખાતમાં હરામીનાળા તરીકે ઓળખતા કાદવ કીચડ ધરાવતા છીછરા દરિયામાં આજે પાંચ પાકિસ્તાની બોટ તેમજ એક પાકિસ્તાની માછીમારને પકડી પાડવામાં બીએસએફને સફળતા મળી છે. સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે પાંચેય પાકિસ્તાની બોટમાંથી માછલી પકડવાની જાળ તેમજ માલ સામાન સિવાય કશુ વાંધાજનક હાથ લાગ્યુ નાથી.ગુરૃવારે હરામીનાળા વિસ્તારમાં બે પાકિસ્તાની બોટ મળી આવ્યા બાદ કાદવ કીચડ વચ્ચે પેટ્રોલીંગ સઘન બનાવ્યા બાદ ભારતની દરિયાઈ સરહદમાં ઘુસી આવેલ પાકિસ્તાની પાંચ બોટ અને પાક માછીમારને આજે ઝડપી પાડવામાં આવ્યા છે. માછીમારની પુછપરછ કરીને તેને કાયદેસરની કાર્યવાહી માટે સૃથાનિક પોલીસને સોંપી દેવાની તજવીજ હાથ ધરાશે.બીએસએફની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે, હરામીનાળાના કાદવ કીચડવાળા વિસ્તારમાં અમુક બોટની હિલચાલ શંકાસ્પદ રીતે જોવા મળી હતી. જેાથી, પેટ્રોલીંગમાં રહેલી બીએસએફની ટીમ પહોંચી ગઈ હતી. જયાંથી એક પાક માછીમાર અને પાંચ પાકિસ્તાની બોટોને કબ્જે કરવામાં આવી હતી. જયારે બીએસએફની કાર્યવાહીના પગલે બોટમાં સવાર અન્ય પાક માછીમારો નાસી છુટયા હતા. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »