કાર્બોસેલ અને રેતીનો ગેરકાયદે જથ્થો લઇ જતા 6 ડમ્પર ઝડપાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6-dumpers-were-caught-carrying-illegal-quantity-of-carbocell-and-sand/" left="-10"]

કાર્બોસેલ અને રેતીનો ગેરકાયદે જથ્થો લઇ જતા 6 ડમ્પર ઝડપાયા


- લીંબડી-સાયલા હાઈવે ઉપર રાત્રીના સમયે - જિલ્લા ખાણ ખનીજ વિભાગે રૂ. 70 લાખનો મુદ્દામાલ કબજે કરી પોલીસ હવાલે કરતા ખનિજ માફિયામાં ફફડાટસુરેન્દ્રનગર : જિલ્લા ખાણ-ખનીજ વિભાગની ટીમે લીંબડી-સાયલા હાઈવે પર રાત્રીના સમયે વોચ ગોઠવી બ્લેકટ્પ અને રેતીનું ગેરકાયદે વહન કરતા ૬ ડમ્પર ઝડપી લઇ મુદ્દામાલ કબજે કર્યો હતો. તંત્ર દ્વારા રૂપિયા ૭૦ લાખનો મુદામાલ સિઝ કરી લીંબડી પોલીસેને હવાલે કરવામાં આવ્યો હતો. આ અંગેની વિગત એવા પ્રકારની છે કે, જિલ્લામાં ખનીજ ચોરી કરનારા માફિયા બેફામ બન્યા હોવાની જાણકારીના પગલે જિલ્લા ખાણ ખનિજ વિભાગ એલર્ટ થઇ ગયો હતો અને ઉચ્ચ અધિકારીની સૂચના અને માર્ગદર્શન મુજબ રાહુલ મહેશ્વરી, સંજયસિંહ મસાણી, સાહિલ પટેલ તથા ભરતભાઈ ભગોરા સહિતનો સ્ટાફ લીંબડી-સાયલા હાઈવે ઉપર રાત્રીના સમયે ચેકીંગમાં લાગી ગયો હતો. તે દરમિયાન ઓવરલોડ બ્લેકટ્રેપ ભરેલા ત્રણ ડમ્પરો તેમજ ગેરકાયદે બ્લેકટ્રેપ ભરેલુ એક ડમ્પર ઝડપાયુ હતું. આ ચારેય વાહના માલિકો હકાભાઈ શિવાભાઈ ખેર-સાયલા, રામુભાઈ જોગરાણા જુના જસાપર, વિભાભાઈ અલગોતર સાયલા અને નાગજીભાઈ મલસૂરભાઈ ખાંભલા સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત અંકેવાળીયા-લીંબડી રોડ ઉપરથી ઓવરલોડ રેતી ભરેલા બે ડમ્પરને ઝડપી લઈ તેના માલિક ભુપેન્દ્રસિંહ ચુડાસમા-ભાવનગર, સામે કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરીમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા રૂપિયા ૭૦ લાખનો મુદામાલ સીઝ કરવામાં આવ્યો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]