હર ઘર તિરંગા’ કાર્યક્રમને રાષ્ટ્ર પ્રેમનું જન આંદોલન બનાવવા જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમારની અપીલ - At This Time

હર ઘર તિરંગા’ કાર્યક્રમને રાષ્ટ્ર પ્રેમનું જન આંદોલન બનાવવા જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમારની અપીલ


“હર ઘર તિરંગા” અંતર્ગત જિલ્લાના દરેક ઘર, સંસ્થા, કચેરી,
વ્યાવસાયિક-ઔદ્યોગિક એકમોને આગામી તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ-૨૦૨૨ દરમિયાન
તિરંગો લહેરાવા જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમારની અપીલ

મહીસાગર જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમને રાષ્ટ્ર પ્રેમનું જન આંદોલન બનાવવા નાગરિકોને જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમારનો અનુરોધ

જિલ્લામાં આગામી તા.૧૩ થી તા.૧૫ ઓગસ્ટ – ૨૦૨૨ દરમિયાન આઝાદીના અમૃત્ત મહોત્સવ અંતર્ગત યોજાઇ રહેલા હર ઘર તિરંગા કાર્યક્રમ દરમિયાન નાગરિકોને રાષ્ટ્ર ભક્તિના આંદોલનમાં સહભાગી થવા અને દેશ પ્રત્યેના પ્રેમ અને ભાવને વ્યક્ત કરવાના હેતુથી રાષ્ટ્રભક્તિના યજ્ઞમાં આહૂતિ આપવા દરેક વ્યક્તિ પોતાના ઘર પર, સંસ્થાઓ પર, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, કચેરીઓ પર તિરંગો લહેરાવવા જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના તમામ ઘરો સહિત, દુકાનો, ઉદ્યોગ, વેપારીઓ, વાણિજિયક સંસ્થાઓ, સરકારી અને અર્ધસરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, સામાજિક-ધાર્મિક સંસ્થાઓ સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને નાગરિકોમાં અને ખાસ કરીને આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં વધુ દેશદાઝની ભાવના વધુ પ્રબળ બને તે માટેના કાર્યમાં સહયોગી બનવા પણ જિલ્લા કલેકટર શ્રી ડૉ. મનિષકુમારએ અનુરોધ કર્યો છે.

કલેકટરશ્રીએ વધુમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્રમ દરમિયાન જિલ્લાનું એકપણ મકાન તિરંગો લહેરાવ્યા વગર ન રહે તે જોવાનું આહવાન કરી જિલ્લાના નાગરિકોને આ કાર્યક્રમમાં

રાષ્ટ્રભકિતના રંગે રંગાઇ જવાની સાથે આ કાર્યક્રમને રાષ્ટ્ર ભાવનાનું જનઆંદોલન બનાવવા જણાવ્યું છે. જિલ્લા કલેક્ટરશ્રીએ આ કાર્યક્રમના આયોજન માટે રાષ્ટ્રધ્વજ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે વેચાણની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું તેમજ નાગરિકો આ રાષ્ટ્રધ્વજને તા.૧૫મી ઓગસ્ટની સાંજ સુધી લહેરાવી શકશે તેમ જણાવી રાષ્ટ્રધ્વજ લહેરાવવા માટે રાષ્ટ્રધ્વજ સંહિતાનું પાલન કરવાની પણ અપીલ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.