નાની ખોડીયાર તથા મેંદડા માંથી આયુર્વેદિક દેવાના નામે રસીલા પદાર્થો વેચતાં ત્રણ પકડાયા વધુ તપાસ પી.એસ.આઇ મોરી દ્વારા ચલાવવામાં આવી રહેલ છે - At This Time

નાની ખોડીયાર તથા મેંદડા માંથી આયુર્વેદિક દેવાના નામે રસીલા પદાર્થો વેચતાં ત્રણ પકડાયા વધુ તપાસ પી.એસ.આઇ મોરી દ્વારા ચલાવવામાં આવી રહેલ છે


મેંદરડા:-
જુનાગઢ:-
કમલેશ મહેતા
નાની ખોડીયાર તથા મેંદરડા માંથી આયુર્વેદિક દવા ના નામે નસીલા પદાર્થ વેચતા ત્રણ શખ્સો પકડાયા
મેંદરડા પોલીસ સે બાતમીના આધારે રેડ કરતા નસીલા પદાર્થો ઝડપાયા
મેંદરડા પોલીસ માંથી પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના નાની ખોડીયાર ગામે અમૃતાલયમ આગળ દુકાન ધરાવતા રમજાન તાજદિન કોટડીયા ની દુકાનમાં તપાસ કરતા આધાર પુરાવા વગરની આયુર્વેદિક દવા ના નામે નસીલા પદાર્થો વેચાતા હતા જેમાં અલગ અલગ કંપનીઓની ૪૫ બોટલો મળી આવી હતી.જેની ઉંડાણ પૂર્વક તપાસ દરમિયાન જાણવા મળેલ હતું કે મેંદરડા નાજાપુર રોડ પર આવેલ રાજાવીર બેકરી નામની દુકાન ધરાવતો દુકાનદાર આવા નશિલા પદાર્થો નું વેંચાણ કરી રહ્યો છે ત્યારે રાજાવીર બેકરી નામની દુકાને રેડ કરતા વિશાલ બંસીભાઈ રાજાઈ ની દુકાન માંથી પણ નંગ ૫૨ (બાવન) નસીલા પદાર્થો ની બોટલો મળી આવી હતી જે કબજે કરવામાં આવેલ છે તેમજ ડો.સિદ્ધપરા વાળી શેરી અંદર ગલીમાં આવેલ માધવ શિંગ ભંડાર નામની દુકાન ધરાવતો પ્રદીપ તુલસીદાસ કાનાબાર ની દુકાન પરથી આશરે ૫૮ બોટલ મળી આવેલ છે આ તમામ બોટલો આશરે ૧૫૫ નંગ જેની કિંમત ૨૩૦૯૫ થઈ રહી છે ત્યારે આ બાબતે નો કોઈ આધાર પાસ પુરાવા ન હોય જેથી તમામ મુદ્દા માલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે,હજુ વધું તપાસ કરવામાં આવે તો આવા નસિલા પદાર્થો અનેક જગ્યાએ વેચાતાં હશે તપાસ જરુર ?
આ ત્રણેય આરોપી પકડાયેલ વિરુદ્ધ સીઆરપીસી કલમ ૪૧(૧)(ડી) મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે ત્યારે પીએસઆઇ મોરી વધુ તપાસ ચલાવી રહ્યા છે
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.