સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ હેરમા સાહેબનો વિદાય કાર્યક્રમ યોજાયો.. - At This Time

સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ હેરમા સાહેબનો વિદાય કાર્યક્રમ યોજાયો..


સુત્રાપાડા તાલુકાના સુત્રાપાડા પોલીસ સ્ટેશનને ફરજ બજાવતા પી.એસ.આઇ હેરમાં સાહેબ જેવોની વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે બદલી થતાં આજરોજ સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પીએસઆઇ હેરમાં સાહેબ સુત્રાપાડા વિસ્તારમાં સારી એવી ફરજ અદા કરી આ વિસ્તારના લોકોની સાથે રહી અને એક સારી શાખા ઉભી કરી હતી આજે તેમનીજે વિદાય સમારોહ સુત્રાપાડા ખાતે યોજાયો હતો તેમાં પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફ તથા મહાનુભવો રાજકીય આગેવાનો તથા ગ્રામજનો દ્વારા હેરમા સાહેબને મોમેન્ટ,ગિફ્ટ, સાલ આપીને ભાવભેર વિદાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુત્રાપાડા પોલીસ સ્ટાફ,મહાનુભવો,ગ્રામજનો રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં આ વિદાય સમારોહ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા હતા....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.