વિસાવદર તાલુકાનાં મોણપરી-મોટી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખુટતા સ્ટાફની ભરતી કરવાજન સરકાર ગ્રુપ ની રજુવાત - At This Time

વિસાવદર તાલુકાનાં મોણપરી-મોટી ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખુટતા સ્ટાફની ભરતી કરવાજન સરકાર ગ્રુપ ની રજુવાત


સવિનય સાથ આપ સાહેબને ઉપરોકત બાબતે જણાવવાનું કે, અમો અરજદાર ધર્મેશ એચ. કાનાણી તથા અમારા જન સરકાર ગ્રુપને ગ્રામજનો દ્વારા રજુવાતો આવેલ છે કે, વિસાવદર તાલુકામાં વસ્તીના ધોરણે મોટા ગણાતા ગામ એવા મોટી મોણપરી ગામે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર આવેલ છે જે પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સાથે આજુબાજુના મોટા ભાગના ગામો અને નેશો આ આરોગ્ય કેન્દ્ર સાથે સંકળાયેલ છે. પરંતુ આ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રમાં ફાર્મસીસ્ટ, મેલ તથા ફિમેલ સુપરવાઈઝર તથા અન્ય સ્ટાફની જગ્યાઓ ઘણા સમયથી ખાલી પડેલ છે તેમજ લેબટેકનીશીયન અને સ્ટાફ નર્સ છેલ્લા ઘણા સમયથી રજા ઉપર છે જેથી આ આરોગ્ય કેન્દ્રમાં દવા આપવા માટે કે બલ્ડ ટેસ્ટ કરવા માટે કે સુપરવિઝિગ કરવા કે નર્સિંગ કામગીરી કરવા માટે કોઈ કર્મચારી ના હોવાના લીધે આ આરોગ્ય કેન્દ્ર શોભના ગાઠીયા સમાન પડેલ છે અને આ વર્ષાઋતુની મોસમમાં બીમારીનું પ્રમાણ વધુ હોવાથી દર્દીઓની હાલત કફોડી બનેલ છે જેથી અરજી ધ્યાને લઈ તાત્કાલીક ધોરણે ખૂટતો સ્ટાફ ભરવા ની રજુવાત છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.