વોટ્સએપ વિડિયો કોલ સ્કેમ દ્વારા લોકો સાથે થતી છેતરપિંડી - At This Time

વોટ્સએપ વિડિયો કોલ સ્કેમ દ્વારા લોકો સાથે થતી છેતરપિંડી


વોટ્સએપ વિડિયો કૉલ સ્કેમમાં મોડસ ઓપરેન્ડી એકદમ સરળ છે. જેનાથી લોકોને ફસાવવા માં આવે છે જે તમને વોટ્સએપ પર વિડીયો કોલ આવે છે, જેમાં મોટે ભાગે કોઈ મહિલા તરફથી. તમે વિડિયો કૉલ ઉપાડતાની સાથે જ તમારા મોબાઈલની સ્ક્રીન બીજા છેડે રેકોર્ડ થઈ જાય છે. સ્કેમસ્ટર પછી વિડિયો એડિટ કરે છે અને તમને નગ્ન સ્વરૂપમાં બતાવે છે. તે પછી તમારી પાસે પૈસાની માંગણી કરતા થોડીક વારમાં મેસેજ આવશે તમારો વિડિયો ઓનલાઇન પોસ્ટ કરી દેવામાં આવશે અને વિડિયો બનાવીને તમને પણ મોકલી આપે છે જે તમે જોઇ શકો છો જેનાથી તમને વધારે ડર પેદા થાય છે અને તમને પોતાને ત્યાં એક એવો વિચાર આવે છે કે તમે ગમે તે કરી ને આ રૂપિયા માગે છે તે આપી ને વિડિયો ડીલેટ કરાવી દવ અને તમે તેને રિકવેસટ કરો છો અને જે તે રકમ જમા કરાવી દો છો જે તે રકમ જમા કરાવી આપવા માટે બતાવવામાં આવશે તમને ગૂગલ પે અઠવા તો પે ફોન કે કોઈ બીજા માધ્યમ થી રૂપિયા નાખવા માટે બતાવવા માં આવે છે તમે ડર ના લીધે રૂપિયા આપવા ત્યાર થઈ જાવ તો પણ તે તમને મૂકશે નહીં અને પછી કૌભાંડીઓ તરફથી કોલ આવવા લાગશે. તેઓ તમને કરેલ વિડિયો બતાવશે અને તમને કહેશે કે જો તમે ખંડણીના પૈસા નહીં ચૂકવો તો તમારા પરિવાર અને મિત્રો સાથે અને ઓનલાઈન શેર કરવામાં આવશે.

જે વોટ્સએપ વિડીયો કોલ દ્વારા આવા જ
પ્રકારના કૌભાંડમાં, તમને સુંદર દેખાતી મહિલા સાથે વિડિયો વાર્તાલાપ કરવા માટે લલચાવવામાં આવી શકે છે. હેન્ડસમ દેખાતા પુરૂષો મહિલાઓને બોલાવતા હોવાના કિસ્સા પણ નોંધાયા છે. વાતચીત દરમિયાન, તેણી તેના કપડાં ઉતારી શકે છે અને તમને તે જ કરવા માટે કહી શકે છે જલદી તમે તે કરો છો અને કપડાં વિનાનો તમારો આખો વિડિયો રેકોર્ડ થઈ જાય છે. ઠગાઈ કરનારા આ વિડિયોનો ઉપયોગ તમને બ્લેકમેલ કરવા માટે કરે છે.

તે તમારા સાથે વાત કરી અને જાણી લે છે તમને કેવી રીતે ફસાવી શકાય તેમ છે તમને બે મિન્ટ અઠવા તમારો ચહેરો સાફ દેખાય તે માટે વધારે સારી રીતે કેમેરામાં સામે રહેવા આગ્રહ કરશે તેમજ તે તમને માં બાપ અને લગ્નન કરેલ હોય તો તમારા બાળકો ની સોગંદ પણ આપશે અને તમારા પર હાવી થઈ જશે કે તમને એવું લાગે છે કે તમે તેના માટે એકાદ બે મિન્ટ સામે આવી ને વાત કરું જો તમે આ ભૂલ કરી તો તે તમારા આ ચહેરા ને એડિટ કરે છે એ લોકોને તમારી શું હાલત થશે એના થી કોઈ ફરક નથી પડતો એ વસ્તુ ખાસ સમજવું તમને એ જાણીને નવાઈ લાગશે કે એ લોકો રાક્ષસના જેવા હોય છે તમે એના શિકાર માં આવ્યા એટલે ગયા તમે એમ કહેશો કે મારે સુસાઈડ કરવી પડશે તો તે તમને એવું જ કહેશે કાલે કરવાની જગ્યાએ આજે સુસાઈડ કર મને કોઈ ફરક નથી પડતો

આવી રીતે છેતરપિંડી કરનારાઓ શરૂઆતમાં તમને ખંડણી તરીકે થોડી રકમ ચૂકવવાનું કે છે જેમાં ઘણા લોકો વગર કામ ની મુશ્કેલીઓ ટાળવા માટે પૈસા ચૂકવી દે છે. જો કે, તમારે ધ્યાન લેવી જોઈએ કે જ્યાં સુધી તમે ચૂકવણી કરવા તૈયાર છો ત્યાં સુધી સેક્સટોર્શન ચાલુ રહેશે. છેતરપિંડી કરનારાઓને નૈતિકતાની કોઈ સમજ નથી અને તેઓ તમારા છેલ્લા પૈસા સુધી તમારી પાસેથી પૈસા પડાવવાનું ચાલુ રાખશે. આવા કૌભાંડોમાં ઘણા લોકોએ તેમની આખી બચત ગુમાવી પડે છે.

અને જે લોકો ચૂકવણી કરવાનો ઇનકાર કરે છે, તેઓ માટે છેતરપિંડી કરનારાઓ એક અલગ તકનીકનો ઉપયોગ કરે છે. તમને પોલીસ અધિકારી તરીકેનો ઢોંગ કરતી વ્યક્તિ તરફથી કૉલ આવી શકે છે. તેઓ તમને કહેશે કે તમારો નગ્ન વીડિયો ઈન્ટરનેટ પર મળી આવ્યો છે અને તમારી વિરુદ્ધ પોલીસ કેસ કરવામાં આવશે. પોલીસના ડરને કારણે અગાઉ ચૂકવણી ન કરનારા ઘણા લોકો પૈસા ચૂકવવા તૈયાર થઈ જાય છે

કેટલાક લોકો આવા સમયે પોતાના લીધે સગા સંબંધી મિત્રવર્ગના લોકો ના કોન્ટ્રેક્ટ ના લઈ શકે તે માટે થઈ ને તેમના વ્હોટ્સએપ, ફેસબુક અને અન્ય સામાજિક એકાઉન્ટ્સ કાઢી નાખે છે, એમ વિચારીને કે તે તેમને છેતરપિંડી કરનારાઓથી સુરક્ષિત કરી શકે પણ
મને લાગે છે કે આ યોગ્ય ઉકેલ ન હોઈ શકે. તમારા સોશિયલ પ્લેટફોર્મ પરની વાતચીત પુરાવા તરીકે કામ કરશે, જે પોલીસને છેતરપિંડી કરનારાઓને પકડવામાં મદદ કરશે વસ્તુઓ કાઢી નાખવાને બદલે, તમારે પોલીસને ઉપલબ્ધ હોય તેટલી માહિતી આપવી જોઈએ. અને પછી કાઢી નાખવી જોઈએ

ખંડણી ચૂકવવી એ એક હલ નથી , કારણ કે કૌભાંડીઓ દર એક બે દિવસે વધુ પૈસાની માંગણી કરવાનું ચાલુ રાખશે. જેનો ઉપચાર એ છે કે તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને ઘટનાની જાણ કરો. પોલીસ છેતરપિંડી કરનારાઓ સામે પગલાં લેશે અને તેઓ ઑનલાઇન પ્લેટફોર્મ પર પોસ્ટ થઈ શકે તેવા તમારા કોઈપણ વીડિયોને દૂર કરવા માટે પગલાં પણ લેશે. તમારી પાસે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર પોલીસ ફરિયાદ નોંધાવવાનો વિકલ્પ પણ છે. અને 1930 નંબર ડાયલ કરીને પુરી જાણકારી આપો તમને સામે થી કોલ આવશે અને બધી તમારી માહિતી માગી લે છે અને પોતે કાર્યવાહી હાથ ધરી લે છે જેથી હોય શકે તો તમે ઝડપથી સાઇબર ક્રાઇમ ને જાણ કરો આ દેશભરના લોકો માટે ઉપલબ્ધ છે.
એક વ્યક્તિ તરીકે, તમારે તમારા તણાવ અને શરમ અને અપરાધની લાગણીઓને ઘટાડવા માટે પગલાં લેવા જોઈએ. તમે તમારા અનુભવો તમારા પરિવાર અને નજીકના મિત્રો સાથે શેર કરી શકો છો, કારણ કે તે માનસિક પીડા અને વેદનાને ઘટાડવામાં મદદ કરશે. તમારા અનુભવોમાંથી શીખવાથી તમે વધુ સારા વ્યક્તિ બની શકશો. તમારા અનુભવો શેર કરવાથી અન્ય લોકોને સેક્સટોર્શનના સમાન દુઃસ્વપ્નમાંથી પસાર થવાથી બચાવવામાં મદદ મળશે અને તે પણ હકીકત જાણતા હોય તો આવા સંજોગોમાં બીજા ઘણા લોકો ને આવા છેતરપિંડી માં થી બચાવી શકે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon