ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજ 1922માં બનાવેલ બંધારણ ના 100 વર્ષ ની ઉજવણી કરશે - At This Time

ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજ 1922માં બનાવેલ બંધારણ ના 100 વર્ષ ની ઉજવણી કરશે


ધંધુકા ચુડાસમા રાજપૂત સમાજના બંધારણ ને 100 વર્ષ પુર્ણ થતા , ગર્વિષ્ઠ ભવ્ય ઉજવણી કરવાનો સર્વાનુમતે નિર્ણય.

આઝાદી પહેલા થી પોતાનું આગવું બંધારણ ધરાવતી એક માત્ર ક્ષત્રિય રાજપૂત સંસ્થા એવી ચુડાસમા રાજપૂત સમાજ 1922માં બનાવેલ બંધારણ ના 100 વર્ષ ની ઉજવણી કરશે

ભારત દેશ આઝાદ થયો ત્યાર બાદ બંધારણ અસ્તિત્વ માં આવ્યું, પરંતુ 1922 માં જ એક ઈગ્રેસીવ સમાજ તરીકે પ્રચલિત ચુડાસમા રાજપુત ગરાસીયા સમાજ દ્વારા સંગઠન બનાવીને બ્રિટિશ રાજ ના મધ્યાહ્નને તપતા સૂરજ ના સમયગાળા માં જ પોતાનું બંધારણ બનાવ્યું અને મંજુર પણ કરાવ્યું હતું એ આદર્શ બંધારણના નીતિ નિયમો અનુસાર ચાલતા આ સમાજે આજે વિધવા સહાય સહિતની જોગવાઈઓ સરકાર પહેલાં જ કરેલી એવી અનેક ઊપલબ્ધીઓ થી ભરપૂર આ ચુડાસમા સમાજ ના 52 ગામો ના કારોબારી સભ્યોની સંપૂર્ણ હાજરી સાથે આજે ધધુકા ખાતે બૃહદ બેઠક યોજાઇ જેમાં ચુડાસમા સમાજ ના આ બંધારણ ને 100 વર્ષ પુર્ણ થતા , ગર્વિષ્ઠ ભવ્ય ઉજવણી કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો, સુવેનિયર સહિત રા વંશ નવઘણને ને બચાવવા નું કામ કરનારા આયર કુળ ના દેવાયત બોદર નું બાવલું મુકવા સહિત ના અનેક મહત્વ ના નિર્ણયો થયા
સમાજ ના ઉર્જાવાન પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા ની અધ્યક્ષ સ્થાને ફૂલ ફોરમ માં મળેલ આ બેઠકમાં સમાજના કલગી સમાન અને 90 વર્ષ ની ઉંમરે પણ સમાજ નું હિત લઈને જીવતા એવા જીજીબાપુ સહિતના 9 એ વખત ના મોભીઓ ની હાજરી આ બેઠકને ગર્વિષ્ઠ બનાવીને એક ઉત્તમ સામાજીક છત્રછાયા નોઅહેસાસ કરાવી રહ્યા હતા એવા માહોલમાં આજની બેઠક ચુડાસમા સમાજ આગામી દિવસોમાં એક ગર્વિષ્ઠ સમાજ તરીકે ની ઓળખ અન્ય સમાજોમાં ઉભી કરશે એવી ગહન ચર્ચાઓ, અને રણનીતિ સાથે ના ઉત્કૃષ્ટ કાર્યક્રમો ની રૂપરેખા અને રોડ મેપ સમાજના તમામ ગામો માંથી આવેલ ગણમાન્ય કારોબારી સભ્યો એ સામૂહિક રીતે બનાવ્યો , જે આગામી દિવસોમાં સમય સાથે તો ઠીક સમય કરતાં એક ડગલું આગળ ચાલશે ,

રીપોર્ટર : સી કે બારડ

મો 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.