Truecallerએ ઓપન ડોર્સ એપ લોન્ચ કરી, પ્રાઇવેટ વાતચીત પર રહેશે ફૂલ ફોકસ - At This Time

Truecallerએ ઓપન ડોર્સ એપ લોન્ચ કરી, પ્રાઇવેટ વાતચીત પર રહેશે ફૂલ ફોકસ


Truecaller એ પોતાની એપ લોન્ચ કરી છે. કંપનીએ આ એપને ઓપન ડોર્સ નામ આપ્યું છે. તે એન્ડ્રોઇડ અને iOS ડિવાઇસ માટે લોન્ચ કરવામાં વી છે. આ એપ ઓડિયો સોશિયલ એપ ક્લબહાઉસ જેવી જ છે. જોકે આ કંપની પ્રાઇવેટ વાતચીત પર ફોકસ આપી રહી છે. આ એપ એક કોમ્યુનિકેશન પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ Truecaller અને નવા યુઝર્સ કરી શકે છે.

આ એપ દ્વારા કોઈપણ ઓડિયો વાતચીત શરૂ કરીને તેમાં જોડાઈ શકાય છે. આ એપ નેટવર્ક ઈફેક્ટ દ્વારા લોકોને ઇન્વાઇટ કરશે. જ્યારે તમારા ફ્રેન્ડ્સ વાતચીતમાં જોડાય છે, ત્યારે તેમના ફ્રેન્ડને પણ ઇન્વાઇટ કરી શકાય છે અને આ સર્કલ ચાલુ રહેશે.

કંપનીએ કહ્યું કે આ વાતચીતો રીઅલ ટાઇમમાં મોડરેટ કરવામાં આવશે. જોકે, Truecaller આ વાતચીતનો ડેટા સ્ટોર કરશે નહીં. આમાં, પાર્ટનર એકબીજાના ફોન નંબર જોઈ શકશે નહીં. વાતચીત દરમિયાન ફક્ત નામ અને પ્રોફાઇલ પિક્ચર જ દેખાશે.
કંપનીના જણાવ્યા અનુસાર, યુઝર્સને તેમના પર્સનલ ડેટા પર ફૂલ કંટ્રોલ મળશે. આ માટે એપને બે પ્રકારની પરમિશનની જરૂર પડશે. આમાં, પરમિશન કોન્ટેક્ટ તમારી એડ્રેસ બુકમાં રહેલા યુઝર્સ સાથે કનેક્ટ થવામાં મદદ કરશે. બીજો ફોન જેમાંથી ઓડિયો વાતચીતની પરમિશન આપવામાં આવશે.

તેના અન્ય ફીચર્સ અંગે કંપનીએ જણાવ્યું છે કે તેને કોન્ટેક્ટ પર કંટ્રોલ મળશે. આ એપ યુઝર્સને ઓપન ડોર્સની નવી વાતચીત વિશે પણ જાણ કરશે. આ એપ વિશે કંપનીએ કહ્યું છે કે આ સંપૂર્ણપણે ફ્રી એપ છે.

એન્ડ્રોઇડ યુઝર્સ આ એપ ને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે જ્યારે iOS યુઝર્સ તેને એપલ એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ઓપન ડોર્સમાં, યુઝર્સ માત્ર એક જ ટેપથી લોગીન કરી શકે છે. નવા યુઝર્સ ફોન નંબર દ્વારા તેમાં લોગીન કરી શકે છે.   


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.