કોમર્સ કોલેજ, મોડાસામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી - At This Time

કોમર્સ કોલેજ, મોડાસામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી


ધી મ.લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એસ.શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસામાં તા: ૧૩/૦૭/૨૦૨૨ ના રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગુરુજનોને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવ્યું હતું. ત્યારબાદ ગુરુવંદના કરી ગુરુજનોના આશીર્વચન મેળવ્યા હતા. આચાર્ય ડૉ.સુધીર જોષી સાહેબે વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ વિદ્યાર્થીજીવન તથા શ્રેષ્ઠ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી. ગુરુ-શિષ્ય સંબંધના આ પાવન અવસરે એન.એસ.એસ. ના સ્વયંસેવકો દ્વારા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.