સિંગલ-યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ પછી ફૂડ આઉટલેટસ દ્વારા ભાવમાં ૧૦% વધારો - At This Time

સિંગલ-યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ પછી ફૂડ આઉટલેટસ દ્વારા ભાવમાં ૧૦% વધારો


સિંગલ-યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ અને તેના સ્‍થાને કાગળ અને લાકડાની ડીસ્‍પોઝેબલ કટલરી વસ્‍તુઓના ઉપયોગ પછી શહેરના કાફે અને રેસ્‍ટોરાંએ ખાદ્ય પદાર્થોની કિંમતમાં ૧૦ થી ૧૫ ટકાનો વધારો કર્યો છે.

ઉદ્યોગના સૂત્રોના જણાવ્‍યા અનુસાર, રેસ્‍ટોરન્‍ટ્‍સ અને કાફે, ૭૫ માઇક્રોનથી ઓછા સિંગલ-યુઝ પ્‍લાસ્‍ટિકને બદલ્‍યા પછી, ૧૫ થી ૩૦ ટકાના ઇનપુટ ખર્ચનો સામનો કરી રહ્યા છે.
ગ્રેસ કાફેના માલિક યશ સોનીએ જણાવ્‍યું હતું કે, અમે પહેલેથી જ ખાદ્ય સામગ્રી અને ઇંધણમાં વધારાને કારણે મોંઘવારીનો સામનો કરી રહ્યા હતા. સિંગલ-યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધથી આપણે કાગળમાંથી બનેલી અથવા લાકડાની વસ્‍તુઓ જેવી કે સ્‍ટ્રો, પ્‍લેટ વગેરેથી નાની વસ્‍તુને પણ બદલવી પડશે.
તેમણે ઉમેર્યું, ‘બીજી તરફ ઉદ્યોગમાં કાગળના પુરવઠાના પ્રશ્નો છે. આ તમામ કારણોને લીધે અમારે અત્‍યાર સુધીમાં અમારી વેચાણ કિંમત લગભગ ૧૦ ટકા વધારવી પડશે.'
અમદાવાદમાં લગભગ ૧૦,૦૦૦ રેસ્‍ટોરાં અને હોટેલ્‍સ છે. તેમ અમદાવાદ મિરર જણાવે છે.
જયારે હોટેલ્‍સ એન્‍ડ રેસ્‍ટોરન્‍ટ્‍સ એસોસિએશન (HRA), ગુજરાતના પ્રમુખ નરેન્‍દ્ર સોમાણીનો સંપર્ક કરવામાં આવ્‍યો ત્‍યારે જણાવ્‍યું હતું કે, ‘તમામ રેસ્‍ટોરાં અને કાફે માટે ઇનપુટ કોસ્‍ટ ૧૦ થી ૧૫ ટકા વધી છે. આના કારણે ઉદ્યોગને ખાદ્ય ઉત્‍પાદનોની વેચાણ કિંમતમાં ઓછામાં ઓછો ૧૦ ટકા વધારો કરવાની ફરજ પડી છે.'
તેમણે ઉમેર્યું, ‘જયારથી સમગ્ર દેશમાં સિંગલ-યુઝ પ્‍લાસ્‍ટિક પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્‍યો છે, ત્‍યારથી કાગળથી બનેલી અને લાકડાની કટલરીની માંગ-પુરવઠામાં તફાવત છે. પરંતુ સમય પસાર થવા સાથે વસ્‍તુઓ સારી થવી જોઈએ.
અમદાવાદમાં પણ ‘ચાઈની દુકાનો'ને ‘કટીંગ ચાઈ'ના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે. વષાાપુરમાં અબ ચાય પે ચર્ચા આઉટલેટના માલિક રૌનક ઉદાનીએ જણાવ્‍યું હતું કે, ‘અમે જે ચા ૨૫ રૂપિયા પ્રતિ કપના ભાવે વેચતા હતા તે વધીને ૩૦ રૂપિયા થઈ ગઈ છે.'
તેમણે ઉમેર્યું, ‘હોમ ડિલિવરી માટે પણ ડિલિવરી ચાર્જ ૩૦ રૂપિયા છે. કલ્‍પના કરો કે કોઈ વ્‍યક્‍તિ ઓનલાઈન ઓર્ડર કરવા માટે તેમને એક કપ ચા માટે કેટલો ખર્ચ થશે, સિવાય કે તેઓ લોકોના સમૂહ માટે ઓર્ડર આપે. પરંતુ ઇનપુટ કોસ્‍ટમાં વધારો થવાને કારણે અમે તેને મદદ કરી શકતા નથી.'
એવા કિસ્‍સાઓ પણ છે જયારે ગ્રાહકો કેરી બેગની માંગ કરી રહ્યા છે. આ રેસ્‍ટોરાં, કાફે અને બેકરીઓ પર ઘણું દબાણ લાવે છે.
કુણાલ રેસ્‍ટોરન્‍ટ અને બેકરીના માલિક વિશાલ મેનીએ જણાવ્‍યું, ‘ગ્રાહકો ઠંડા પીણાની બોટલ જેવી નાની વસ્‍તુઓ માટે પણ કેરી બેગની માંગ કરે છે. જો આપણે ના પાડીએ, તો આપણે ધંધો ગુમાવીએ છીએ. જયારે અગાઉ ઓછા માઈક્રોનની પ્‍લાસ્‍ટિકની થેલીઓ હતી, જે અમને સસ્‍તી પડતી હતી, હવે તેની જગ્‍યાએ ૭૫ માઈક્રોનથી વધુની પ્‍લાસ્‍ટિકની થેલીઓ આવી ગઈ છે.'
તેમણે વધુમાં કહ્યું, આનાથી આવી વસ્‍તુઓ પરની અમારી કિંમત બમણી થઈ ગઈ છે. અત્‍યાર સુધી અમે ખર્ચ ઉઠાવતા હતા, પરંતુ હવે અમારે ઓછામાં ઓછા ૧૦ ટકા ગ્રાહકો સુધી પહોંચાડવો પડશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.