આજે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ માણસો ને રૂ૮૬.૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર - At This Time

આજે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ માણસો ને રૂ૮૬.૬૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભાવનગર


પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી રથયાત્રા સંદર્ભે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન જાહેરમાં જુગાર રમાતો હોવાની મળેલ બાતમી આધારે હણોલ ગામમાં રહેતા ધીરૂભાઇ મોહનભાઇ સરવૈયાના રહેણાંક મકાનનાં ડેલા પાસેની ગલીમા ખુલ્લી જગ્યામાં રેઇડ કરતાં જાહેરમાં ગંજીપત્તાનાં પાના-પૈસા વતી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો *ગંજીપતાનાં પાના તથા રોકડ રૂ.૮૬,૬૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવેલ.જે અંગે પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

*પકડાયેલ આરોપીઓઃ-
1. ક્ટુભાઇ ભાયાભાઇ સરવૈયા ઉ.વ.૫૦ ધંધો-મજુરી રહે.હણોલ તા.પાલીતાણા જી.ભાવનગર
2. હિંમતભાઇ કુરજીભાઇ ચૌહાણ ઉ.વ.૪૫ ધંધો-હિરાનો રહે.સેલ વિસ્તાર,સણોસરા તા.શિહોર જી.ભાવનગર
3. રમેશભાઇ ધરમશીભાઇ મકવાણા ઉ.વ.૩૭ ધંધો-ખેતી રહે.જસાણીની વાડી,સણોસરાતા.શિહોર જી.ભાવનગર
4. દીનેશભાઇ કુરજીભાઇ ચૌહાણ ઉ.વ.૩૮ ધંધો-ખેતી રહે.લોકભારતી રોડ,સણોસરા તા.શિહોર જી.ભાવનગર
5. શરદભાઇ કાંતિલાલ ત્રીવેદી ઉ.વ.૫૦ ધંધો-ઇલેક્ટોનીક રહે.વ્યાસવાડી, સણોસરા તા.શિહોર જી.ભાવનગર
6. ભરતભાઇ લખમણભાઇ સોલંકી ઉ.વ.૪૦ ધંધો-ખેતી રહે.હણોલ તા.પાલીતાણા જી.ભાવનગર

*કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-*
પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ, પોલીસ સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા, હરેશભાઇ ઉલ્વા, બીજલભાઇ કરમટીયા, હરિચંદ્દસિંહ ગોહિલ, શકિત્તસિંહ સરવૈયા વગેરે જોડાયા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.