’તું કેમ છોકરીઓની છેડતી કરે?’ કહી યુવાનને છરી ઝીંકી - At This Time

’તું કેમ છોકરીઓની છેડતી કરે?’ કહી યુવાનને છરી ઝીંકી


આ અંગેની પોલીસ માંથી પ્રાપ્ત વિગત મુજબ ગંજીવાડા વિસ્તારમાં રહેતા કૌશિક પ્રવીણભાઈ જાદવ નામના 19 વર્ષના યુવાનને નીતિન મજેઠીયા અને નીતિન મકવાણા નામના શખ્સોએ બેઠકના ભાગે છરીનો ઘા ઝીકી દેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલના બીછાને રહેલા કૌશિક જાદવે જણાવ્યું હતું કે નીતિન મજેઠીયા અને નીતિન મકવાણા ગઈકાલે પોતાનું સ્કૂટર અટકાવી તું કેમ છોકરીઓની છેડતી કરે છે કહીને બેઠકના ભાગે છરીનો ઘા ઝીકી દીધો હતો. અગાઉ પણ આ બંને શખ્સોએ યુવાનને માર માર્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.