છલાળા ગામના ગૃહિણીએ ઉજ્જવલા યોજનાના લાભ માટે સરકારનો માન્યો ખૂબ ખૂબ આભાર - At This Time

છલાળા ગામના ગૃહિણીએ ઉજ્જવલા યોજનાના લાભ માટે સરકારનો માન્યો ખૂબ ખૂબ આભાર


સુરેન્દ્રનગર જિલ્લામાં વંદે ગુજરાત રથ યાત્રાના શુભારંભ સમયે વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરા અને કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોજીદડ ગામે યોજાયેલ મુખ્ય કાર્યક્રમમાં ૨ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કીટ આપવામાં આવી હતી.ચૂડા તાલુકાના છલાળા ગામના ઝેઝરિયા તેજલબેન આ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવે છે કે ગેસ કનેકશન મળતા ખૂબ રાહત અનુભવી રહ્યા છે. તેઓ સંયુક્ત પરિવારમાંરહે છે. પરિવારની જવાબદારી સાથે સાથે તેઓ ખેતરે પણ જાય છે ને ખેતરમાં ખેતી કામ પણ કરે છે. પહેલા તેઓ ચૂલા પર રસોઈ બનાવતા હતા તો તેમને બળતણ ભેગું કરવામાં પણ સમસ્યા થતી ને ચૂલા પર રસોઈ બનાવવામાં ધુમાડો થતો. ધુમાડાથી રસોડું તો કાળું થતું જ સાથે શ્વાસમાં જતા સ્વાસ્થય ખરાબ થવાનું જોખમૉ પણ રહેતું. પરંતુ હાલ તેમને સરકારની ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે. ઉજ્જવલા યોજના ૨.૦ અંતર્ગત તેજલબેનને સગડી અને ગેસના બાટલા સહિતની કીટ મળેલ છે. જેના ઉપયોગથી રસોઈ બનાવવામાં સરળતા રહેશે અને સમયનો પણ બચાવ થશે. તેજલબેન એક ગૃહિણી તરીકે સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા જણાવે છે કે સરકારે ગૃહિણીઓની તકલીફ સમજી તેમને ધુમાડાના દુઃખથી દૂર કરી છે તે માટે સરકારનો જે આભાર માનીએ તે ઓછો છે. વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમિયાન જિલ્લામાં ૬૩ લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અંતર્ગત વિના મૂલ્યે ગેસ કીટ વિતરણનો લાભ આપવામાં આવશે.

AT THIS TIME NEWS
UMESHBHAI BAVALIYA SURENDRANAGAR


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.