અંકલેશ્વર ની પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ ખાતે મડ ડે ની ઉજવણી કરવામાં આવી =સ્કૂલ ખાતે ડોક્ટર ડે ની ઉજવણી કરવામાં આવી - At This Time

અંકલેશ્વર ની પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ ખાતે મડ ડે ની ઉજવણી કરવામાં આવી =સ્કૂલ ખાતે ડોક્ટર ડે ની ઉજવણી કરવામાં આવી


અંકલેશ્વર ની પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ ખાતે મડ ડે ની ઉજવણી કરવામાં આવી
=સ્કૂલ ખાતે ડોક્ટર ડે ની ઉજવણી કરવામાં આવી

અંકલેશ્વર

અંકલેશ્વર ની પોદાર વર્લ્ડ સ્કૂલ માં પોદાર જમ્બો કિડ્સ ના બાળકો દ્વારા ઇન્ટરનેશનલ મડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો અને વાલીઓ દ્વારા માટી કીચડ સહીત વિવિધ પ્રવુતિ ઓ કરવામાં આવી હતી સાથે જમ્બો કિડ્સ દ્વારા ડોક્ટર ડે ની ઉજવણી કરવામાં આવી હતી .જેમાં મધર એન્ડ ચાઈલ્ડ હોસ્પિટલ ના તબીબોએ બાળકો નું નિઃશુલ્ક ચેકઅપ કર્યું હતું

અંકલેશ્વર ની રાજપીપલા ચોકડી નજીક આવેલ પોદાર વર્લ્ડ સ્કૂલ માં પોદાર જમ્બો કિડ્સ દ્વારા મડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી પ્રાચીન કાળ માં બાળકો ઘર માં ઓછા અને બહાર મેદાન માં માટી માં કીચડ માં વધુ રમતા હતા પરંતુ સમય બદલાતા આ રમતો ઉપર સ્મ્રાટ ફોને કબ્જો જમાવી દેતા આ રમતો વિસરાઈ ગઈ છે ,ત્યારે બાળકો ને ધરતી થી અને વતન ની માટી થી જોડી રાખવાના ઉદ્દેશ થી ઇન્ટરનેશનલ મડ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો તથા વાલીઓ એ માટી અને કીચડ માં માટી માંથી બનતા વિવિધ રમકડાં બનાવ્યા હતા સાથે વિસરાતી જતી રમતો રમી બાળકો ને પ્રોત્સાહિત કર્યા હતા પોદાર જમ્બો કિડ્સ ના આચાર્યા મનીષાબેન ગોહિલ સહીત શિક્ષકો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા

પોદાર જમ્બો કિડ્સ ખાતે ડોક્ટર ડે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મધર એન્ડ ચાઈલ્ડ કેર હોસ્પિટલ ના ડો..ઝીનુલબેદ્દીન દ્વારા બાળકો નું નિઃશુલ્ક ચેકઅપ કરવામાં આવ્યું હતું અને આચાર્યા મનીષાબેન ગોહિલે બાળકો ને ડોકટર નું મહત્વ સમજાવ્યું હતું આ પ્ર્સન્ગે શિક્ષકો અને બાળકો સહીત વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.