અંકલેશ્વર ની સુપર માર્કેટ માં શંકાસ્પદ  ટ્રક અને ચેચીસ સાથે ભંગારિયાની કરી ધરપકડ, કરતી એલસીબી =ભરૂચ એલસીબી પોલીસે  રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો - At This Time

અંકલેશ્વર ની સુપર માર્કેટ માં શંકાસ્પદ  ટ્રક અને ચેચીસ સાથે ભંગારિયાની કરી ધરપકડ, કરતી એલસીબી =ભરૂચ એલસીબી પોલીસે  રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો


અંકલેશ્વર ની સુપર માર્કેટ માં શંકાસ્પદ  ટ્રક અને ચેચીસ સાથે ભંગારિયાની કરી ધરપકડ, કરતી એલસીબી
=ભરૂચ એલસીબી પોલીસે  રૂ.2 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

03.07 અંકલેશ્વર

અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં આવેલ સુપર માર્કેટમાંથી શંકાસ્પદ  કેબીન વગર ની ટ્રક અને ચેચીસ સાથે એક ભંગારીયાને  ઝડપી પાડી કુલ ૨ લાખ 20 હજારનો  મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ  ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વરમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન  ભડકોદ્રા ગામની સીમમાં આવેલ સુપર માર્કેટના પ્લોટ નંબર-૩૯ ઉપર મૈથુનુદ્દીન ખાને કમ્પાઉન્ડ વોલની ખુલ્લી જગ્યાએ કેબીન વગર ની  ટ્રક અને  બે ટ્રક ની ચેચીસ  મૂકી  હોવાની માહિતી મળતા  એલસીબી પોલીસે  દરોડા પાડ્યા હતા પોલીસને સ્થળ પરથી કેબીન વિનાની જૂની ટ્રક અને બે જૂની ટ્રકની ચેચીસ મળી આવી હતી પોલીસે  ગોડાઉન માંથી ભંગારીયા મૈયનુદ્દીન મહંમદઉમર ખાન ની પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહિ આપતા તેની અટકાયત કરી સ્થળ ઉપરથી જૂની કેબીન વિનાની ટ્રક અને બે જૂની ટ્રકની ચેચીસ મળી કુલ ૨. લાખ 20 હજારનો  મુદ્દામાલ કબજે કર્યો હતો  અને  તેની વિરુદ્ધ   જી.આઈ.ડી.સી.પોલીસ મથક માં ફરિયાદ દર્જ કરાવી હતી   જીઆઇડીસી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ   હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.