કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ના હસ્તે ચાંદલોડિયા, સાબરમતી સ્ટેશન પર વિવિધ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ. - At This Time

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ના હસ્તે ચાંદલોડિયા, સાબરમતી સ્ટેશન પર વિવિધ યાત્રી સુવિધાઓનું લોકાર્પણ.


ચાંદલોડિયા, સાબરમતી અને આંબલી રેલ્વે સ્ટેશન પર 9 જોડી ટ્રેનોના સ્ટોપેજનો શુભારંભ

માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા 2 જુલાઈ 2022ના રોજ ચાંદલોડિયા રેલ્વે સ્ટેશન પર અમદાવાદ મંડળના ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશન પર યાત્રીઓની વિવિધ સુવિધાઓ નું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો,

માનનીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહ દ્વારા ચાંદલોડિયા 'બી' પેનલ પર સ્થિત 430 મીટર લંબાઇવાળા 1.64 કરોડના ખર્ચે નિર્માણધીન બનેલ ઉચ્ચસ્તરીય પ્લેટફોર્મ, 25 લાખના ખર્ચે બિન- આરક્ષિત સાથે આરક્ષિત નવી બુકિંગ ઓફિસ, ચાંદલોડિયા તથા ખોડિયાર રેલ્વે સ્ટેશન વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 1 ખાતે રૂ. 7.93 કરોડના ખર્ચે બનેલા નવા રોડ અન્ડર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું, પ્લેટફોર્મની ઉંચાઈ વધારવાથી કોચ અને પ્લેટફોર્મ વચ્ચેનું અંતર ઓછું થશે, જેથી મુસાફરોને ટ્રેનમાં ચઢવા અને ઉતરવામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે નવી બુકિંગ ઓફિસ બનવાથી ચાંદલોડિયા અને આસપાસના વિસ્તારના લોકો ચાંદલોડિયા સ્ટેશન પર જ આરક્ષિત ટિકિટ મેળવી શકશેઅને તેમનો સમય અને મુસાફરી ખર્ચની પણ બચત થશે, ચાંદલોડિયા અને ખોડિયાર સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ નંબર 1 પર નવા રોડ અન્ડર બ્રિજના નિર્માણથી લોકોને વધુ સારી કનેક્ટિવિટી મળશે અને તેનાથી રાહદારીઓ અને વાહનોની ઝડપી, સરળ અને સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થશે, રેલ્વે અને AMC દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલ આ કાર્ય 'ફાટક મુક્ત ગુજરાત' તરફ એક મોટું પગલું છે,

સાબરમતી રેલ્વે સ્ટેશન પર 1.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ લેડીઝ વેઇટીંગ રૂમ, જનરલ વેઇટીંગ રૂમ અને એરકન્ડિશન્ડ ક્લાસ વેઇટીંગ રૂમ સહિત ત્રણ નવા વેઇટીંગ રૂમ વેઇટિંગ રૂમ અને સાબરમતી રેલ્વે સ્ટેશનના અમદાવાદના છેડે રૂ. 3.87 કરોડના ખર્ચે બનેલા નવા ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ માનનીય ગૃહ અને સહકાર મંત્રીના હસ્તે કરવામાં આવ્યું, આ વેઇટિંગ રૂમના નિર્માણથી મુસાફરોને આરામ અને રાહ જોવા માટે ખુલ્લી જગ્યાને બદલે સ્વચ્છ અને આરામદાયક રૂમમાં બેસવાની સુવિધા મળશે, આ ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી વધુ સંખ્યામાં મુસાફરો ઝડપથી અને સુરક્ષિત રીતે એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર આવન - જાવન કરી શકશે, હવે મુસાફરોને પહેલાથી ઉપલબ્ધ ફૂટ બ્રિજ ઉપરાંત વધુ એક બ્રિજની સુવિધા પ્રાપ્ત થશે,

એએમસી વિસ્તારમાં એલસી ગેટ નંબર 240, 241, 242, અને 243ની જગ્યાએ 18.00 કરોડના ખર્ચે ચાર રસ્તા અન્ડર બ્રિજનો શિલાન્યાસ કરવામાં આવ્યો, આ રોડ અંડર બ્રિજના નિર્માણથી એસજી હાઈવે, ચાંદખેડા, ત્રાગડ અને ડી-કેબિન વચ્ચે ટ્રાફિક માટે સારી કનેક્ટિવિટી હશે, આ અન્ડર બ્રિજનું નિર્માણ ફાટક મુક્ત ગુજરાત તરફનું એક અભૂતપૂર્વ પગલું હશે કારણ કે આ ચાર લેવલ ક્રોસિંગ AMC વિસ્તારના સૌથી વ્યસ્ત ટ્રાફિકવાળા વિસ્તારોમાં છે,

ચાંદલોડિયા,સાબરમતી અને આંબલી રેલ્વે સ્ટેશન પર નીચેની 9 જોડી ટ્રેનોના સ્ટોપેજનું લોકાર્પણ માનનીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા કરવામાં આવ્યું.

ચાંદલોડિયા સ્ટેશન પર
1. ટ્રેન નં.15045/46 - ગોરખપુર-ઓખા એક્સપ્રેસ

2. ટ્રેન નંબર 11463/64 - સોમનાથ-જબલપુર એક્સપ્રેસ

3. ટ્રેન નંબર 11465/66 - સોમનાથ-જબલપુર એક્સપ્રેસ

4. ટ્રેન નંબર 19217/18 - બાંદ્રા (ટી)-વેરાવળ એક્સપ્રેસ

5. ટ્રેન નંબર 22945/46 - મુંબઈ-ઓખા એક્સપ્રેસ

સાબરમતી સ્ટેશન પર
1 ટ્રેન નંબર 14707/08 - બિકાનેર - દાદર એક્સપ્રેસ
2 ટ્રેન નંબર 15269/70 - મુઝફ્ફરપુર - અમદાવાદ એક્સપ્રેસ

આંબલીરોડ સ્ટેશન પર
1 ટ્રેન નંબર 19119/20 - અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ

2 ટ્રેન નંબર 22959/60 - વડોદરા - જામનગર એક્સપ્રેસ

Report by :- Keyur Thakkar

Ahmedabad.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.