કળાયેલ મોર મનમોહક નઝારો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e0hrlldvu5jduahg/" left="-10"]

કળાયેલ મોર મનમોહક નઝારો


કેશોદ તાલુકામાં કળાયેલા મોરના મનમોહક દ્રશ્યોનો અમુલ્ય નજારો જોવા મળેછે

કેશોદ તાલુકામાં ચોમાસાના પ્રારંભે ઓછા વધતા પ્રમાણમાં કેશોદ તાલુકામાં મેઘ મહેર થવાથી ધરતીમાં નવી પ્રકૃતી ખીલી ઉઠીછે જે પ્રકૃતીના જાણે વધામણાં કરતા હોય તેમ કેશોદ તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં કળાયેલા મોર જોવા મળેછે નવી ખીલેલી પ્રકૃતીમાં આનંદ કરતા મોર તથા નાના બચ્ચા જોવા મળેછે આવો દુર્લભ નજારો ભાગ્યે જ જોવા મળતો હોયછે ત્યારે આવી અમુલ્ય પળોને અમારા રીપોર્ટરે કેમેરામાં કંડારીછે રાષ્ટ્રીય પક્ષી મોર વિશે કવિઓએ અનેક રચના પંકિત તથા ગીતો લખેલાછે જેમાં જેઠ કોરો જાય તો એનો ખટકો જરાય નહિ પણ અષાઢનો એક એક દિ મને વરવો લાગે વિઠલા, તેમજ બીજી પંકિતમાં લખ્યુંછે અષાઢી ગીરીવર જાં મોરલા કંકર પેટ ભરા અમારા વખત આવ્યે ન બોલીએ તો અમારા હૈયા ફાટ મરા અન્યમાં પણ કહયુંછે કે બહું મથે માનવી ત્યારે વીઘો માંડ પવાય પણ જે દિ ઠાકર રીજે રાજડા તે દિ નવખંડ લીલો થાય એવી પંકિતો યાદ આવી જાયછે અષાઢ મહીનાનો પ્રારંભ થયોછે ત્યારે મેઘ રાજા મહેર કરો તેવી જાણે મોર કળા કરી મેઘરાજાને રીઝવતા હોય તેવી કલ્પના થાયછે રાષ્ટ્રીય પક્ષી મોરની વાત હોય ત્યારે સૌનું લોક પ્રીય બની ગયેલું મન મોર બની થનગાટ કરેની પંકિતને જાણે સાર્થક કરતા હોય તેમ નવી ખીલેલી પ્રકૃતીથી જાણે લીલીછમ ઘરતી જોવા મળેછે તેમાં કળાયેલ મોર અને પ્રકૃતીમાં વિહરતા દ્રશ્યો જોઈ મન આનંદ વિભોર બની જાયછે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]