જસદણ નવા બસ સ્ટેશન પાછળ બનતું કોમ્પલેક્ષ બિન કાયદેસર: સુરેશભાઈ છાયાણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/xatt2rddqiu4qepv/" left="-10"]

જસદણ નવા બસ સ્ટેશન પાછળ બનતું કોમ્પલેક્ષ બિન કાયદેસર: સુરેશભાઈ છાયાણી


જસદણ નવા બસ સ્ટેશન પાછળ બનતું કોમ્પલેક્ષ બિન કાયદેસર: સુરેશભાઈ છાયાણી

જસદણ શહેરના જાગૃત નાગરિક સુરેશભાઈ છાયાણીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાની કરોડોની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે ત્યારે જસદણ નવા બસ સ્ટેશન પાછળ વિસ્તાર જે સર્વે નંબર 1301 નગરપાલિકાના માલિકીમાં આવે છે તેમ છતાં તે જગ્યા ઉપર હાલ ગેરકાયદેસર કોમ્પ્લેક્સ નું બાંધકામ થઈ રહ્યું છે અને જાગૃત નાગરિક સુરેશભાઈ છાયાણીએ જસદણ નગરપાલિકાને લેખિતમાં જાણ કરી હતી જસદણ નગરપાલિકાની સર્વે નંબર 1301 ઉપર ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે જેને તાત્કાલિક ધોરણે અટકાવવામાં આવે, આ લેખિતમાં અરજી કરવા છતાં જસદણ નગરપાલિકાના પદ અધિકારીઓએ આ બાબતે કોઈપણ જાતની નોટીસ તે જાણવા જોગ બાંધકામ કરનાર ને કાગળો મોકલેલ નથી આજેપણ એ જગ્યા ઉપર ગેરકાયદેસર બાંધકામ ચાલુ છે ત્યારે આ જાગૃત નાગરિક સુરેશભાઈ છાયાણી જણાવેલ કે નગર પાલિકાની જગ્યામાં અથવા જે જે સરકારી ખરાબાઓ કે જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છે તે ચલાવી લેવામાં નહીં આવે. અને આ બિનકાયદેસર મોટા મોટા બિલ્ડીંગો ખડકી રહ્યા છે ત્યારે તેમની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરી બાંધકામ અટકાવવમાં આવે આવે તેવી સુરેશભાઈ છાયાણીએ માંગ કરી છે.

Report Rasik visavaliya Jasdan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]